Team Chabuk-International Desk: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોની માઠી બેઠી છે. સોમવારે તેમના પર એક પ્રદર્શનકારીએ ઈંડું ફેંક્યું હતું. મેક્રો એ સમયે લ્યોનના પ્રવાસ પર હતા. તેઓ ત્યાં ફ્રાન્સિસ ગેસ્ટ્રોનોમીને પ્રોત્સાહન આપવા માટે પહોંચ્યા હતા. આ દરમ્યાન એક વ્યક્તિએ ‘વિવે લા રિવોલ્યૂશન’ અર્થાત્ ક્રાન્તિ ઝિંદાબાદનો નારો લગાવ્યો હતો. આ નારો ફ્રાન્સની ક્રાન્તિ 1789-1799ના સંદર્ભમાં લગાવવામાં આવ્યો હતો.

ઘટના બન્યા બાદ મેક્રોએ કહ્યું કે, જો તેની પાસે મને દેખાડવા માટે કંઈ છે તો તેને નજીક આવવા દો. પછી રાષ્ટ્રપતિએ પોતાના અંગરક્ષકોને કહ્યું કે, હું તેની સાથે પછી વાત કરીશ. તેને લઈ જાવ. જોકે મેક્રો પર ફેંકાયેલું ઈંડું કાચું હોવાથી તૂટ્યું નહોતું. ઘટના બની એ સમયે મેક્રો ઈન્ટરનેશનલ કેટરિંગ એન્ડ હોસ્પિટેલિટી ફેયરમાં સામેલ થવા માટે સમર્થકોની સાથે વાતચીત કરી રહ્યા હતા. રાષ્ટ્રપતિના પ્રવક્તાની તરફથી આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
#French president #Macron was hit with an egg while he was visiting #Lyon.
— Auron (@auron83591234) September 27, 2021
😂😂🥚🥚pic.twitter.com/ZhjJaGOsZV
ઈંડું પાછળથી આવ્યું હતું. મેક્રોનું ધ્યાન નહોતું. તેમને ઈંડું માથાના પાછળના ભાગમાં વાગ્યું. વાતાવરણમાં અરાજકતા વ્યાપી જતા તાત્કાલિક ધોરણે અંગરક્ષકો સતર્ક થઈ ગયા હતા અને મેક્રોને રક્ષણ આપવા માટે ઘેરી લીધા હતા.

ગત 8 જૂન મહિનાના રોજ પણ રાષ્ટ્રપતિ મેક્રો સાથે આવી જ એક ઘટના બની હતી. જેમાં તેમને નામોશીનો સામનો કરવો પડ્યો હતો. મેક્રોને એક વ્યક્તિએ બધાની સામે થપ્પડ ઝીંકી દીધી હતી. આ ઘટના એવા સમયે બની જ્યારે મેક્રો લોકોની સાથે મુલાકાત કરી રહ્યા હતા. વચ્ચે બેરિકેડ પણ હતું. અચાનક ભીડમાં સામેલ એક વ્યક્તિએ થપ્પડ ઝીંકી દીધી. રાષ્ટ્રપતિની સાથે હાજર સિક્યોરિટી એજન્ટ્સે તુરન્ત એ વ્યક્તિને પકડી પાડ્યો હતો. આ સમગ્ર થપ્પડકાંડમાં બે વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી હતી. હજું એના શાહીના ડાઘ સુકાઈ ત્યાં તો ઈંડાકાંડ થઈ ગયો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત