Homeગુર્જર નગરી“તારી પત્નીએ મારા રૂપિયા વાપર્યા છે તે તું મને કેમ પરત નથી...

“તારી પત્નીએ મારા રૂપિયા વાપર્યા છે તે તું મને કેમ પરત નથી આપતો ?” એમ કહીને શખ્સે યુવકના મોં પર એસિડ ફેંકી દીધુ

Team Chabuk-Gujarat Desk: પંચમહાલના કાલોલના બાકરોલમાં એક શખ્સે યુવકના ઘરે જઈને તેના પર એસિડ એટેક કર્યો. આ ઘટનામાં યુવક ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. બીજી તરફ એસિડ એટેક કરનારા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને તેને ઝડપી લેવા પોલીસે ચક્રો  ગતિમાન કર્યા છે.

rps baby world

આરોપ છે કે, પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બાકરોલ ગામે પતિ-પત્ની ઘરે બેઠાં હતાં ત્યારે ગામનો જ એક શખ્સ આવ્યો અને યુવકને કહ્યું કે, તારી પત્નીએ મારા પૈસા વાપર્યા છે તે તું પરત કેમ નથી આપતો ? આટલું બોલ્યા બાદ તેણે યુવકના મોં પર એસિડ નાખી દીધુ હતું અને ફરાર થઈ ગયો હતો. બીજી તરફ ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને તાત્કાલિક હોસિપટલ લઈ જવાયો હતો.

આ સમગ્ર મામલે બંને પક્ષે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. યુવકે એસિડ અટેક મુદ્દે ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામે પક્ષે પતિ-પત્ની વિરુદ્ધ બાઈકમાં તોડફોડ અને જાનથી મારી નાખવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવાઈ છે.

rps baby world

કાલોલ તાલુકાના બાકરોલ ગામના મોટા ફળિયામાં રહેતો એક યુવક પોતાના ઘરે તેની પત્ની સાથે બેઠો હતો. આ દરમિયાન બાકરોલ ગામનો જ ઉપેન્દ્ર ઉર્ફે ફતેસિંહ હરિસિંહ ઠાકોર તેના ઘરે પહોંચી ગયો હતો અને જાતીય અપમાનિત શબ્દો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ એસિડ કે એસિડ જેવું પ્રવાહી યુવકના મોઢા પર નાખી દીધુ હતું. જેમાં યુવક જમણી આંખ ઉપર કપાળના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો. એસિડને કારણે શરીરે બળતરા થતાં યુવકને તાત્કાલિક 108 દ્વારા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી. હાલ યુવક સારવાર હેઠળ છે.

હાલ પોલીસે બંને પક્ષની સામાસામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે, યુવકની પત્નીએ શા માટે આરોપીના રૂપિયા વાપર્યા હતા અને કેટલા રૂપિયા વાપર્યા હતા. તપાસમાં વધુ વિગતો સામે આવી શકે છે. બીજી તરફ બાકરોલમાં એસિડ એટેકની ઘટનાથી સમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments