Team Chabuk-Sports Desk: ભારતીય ટેસ્ટ ટીમના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની અંતિમ સેન્ચુરી વર્ષ 2019માં કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ફટકારી હતી. 61 આંતરાષ્ટ્રીય ઈનિંગ રમી હોવા છતાં વિરાટ કોહલીના બેટમાંથી સેન્ચુરી નથી નીકળી રહી. સાઉથ આફ્રિકામાં ચાલી રહેલી કેપટાઉન ટેસ્ટની જો વાત કરવામાં આવે તો, ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધા બાદ વિરાટ ભારતીય ઈનિંગમાં સર્વાધિક રન કરનારો ખેલાડી રહ્યો. જોકે તેની 79 રનની ઈનિંગ સેન્ચુરીમાં પરિવર્તિત નહોતી થઈ.
33 રનના સ્કોર પર મયંક અગ્રવાલ અને કે.એલ.રાહુલ આઉટ થયા અને કોહલી ક્રિઝ પર આવ્યો. નવમી વિકેટ કોહલીની પડી ત્યારે 201 બોલનો તે સામનો કરી ચૂક્યો હતો. તેના બેટમાંથી 12 ચોગ્ગા અને એક સિક્સ નીકળી હતી. કોહલીની આ ઈનિંગ તેની છેલ્લી 26 ટેસ્ટ ઈનિંગમાંથી સૌથી શ્રેષ્ઠ સ્કોર છે. એ સાથે જ જન્મદિવસના દિવસે જ કોચ રાહુલ દ્રવિડનો કોહલીએ એક મોટો કિર્તીમાન તોડી નાખ્યો છે.
હવે કોહલી સાઉથ આફ્રિકાની વિરૂદ્ધ સાઉથ આફ્રિકામાં સર્વાધિક રન બનાવવાના મામલે બીજા નંબર પર આવી ગયો છે. કોહલીના નામે હવે સાઉથ આફ્રિકામાં 13 ટેસ્ટ ઈનિંગમાં 690 રન બોલી રહ્યા છે. કોહલીએ 13 ઈનિંગમાં બે સેન્ચુરી અને ત્રણ હાફ સેન્ચુરી ફટકારી છે. કોહલીએ આ રન 53.48ની એવરેજથી બનાવ્યા છે. કોહલી બાદ આ લિસ્ટમાં રાહુલ દ્રવિડનું નામ આવે છે.
દ્રવિડે 22 ઈનિંગમાં 624 રન બનાવ્યા હતા. તેણે આ રન 29.71ની એવરેજથી બનાવ્યા. દ્રવિડ બાદ આ લિસ્ટમાં વીવીએસ લક્ષ્મણનું નામ છે. લક્ષ્મણના નામે 18 ઈનિંગમાં 40.42ની એવરેજથી 566 રન બોલી રહ્યા છે. જ્યારે ટોચ પર ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનું નામ છે. તેંડુલકરે સાઉથ આફ્રિકામાં 28 ઈનિંગમાં 1161 રન બનાવ્યા છે. 49.44ની એવરેજ સાથે સચિનના નામે પાંચ સેન્ચુરી અને ત્રણ હાફ સેન્ચુરી બોલે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત