શૈલેષ નાઘેરા: ગીર સોમનાથ જિલ્લામાં યોજાયેલી 32મી વીર સાવરકર અખિલ ભારતીય તરણ સ્પર્ધામાં સુરતના સ્પર્ધકોએ મેદાન માર્યું છે. મહિલા વિભાગમાં પહેલા અને બીજા નંબર પર સુરતની યુવતીઓએ મેદાન માર્યું છે જ્યારે પુરૂષ વર્ગમાં પણ સુરતના એક સ્પર્ધકે બીજો નંબર મેળવ્યો છે. આ સ્પર્ધામાં મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળથી પણ સ્પર્ધકો આવ્યા હતા.
32મી વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધાનો ભાઇઓ માટે ચોરવાડના દરિયા કિનારે અને બહેનો માટે આદ્રીથી સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ભાઈઓ માટે ચોરવાડથી વેરાવળ 21 નોટિકલ માઈલની અને બહેનો માટે આદ્રીથી વેરાવળ 16 નોટિકલ માઈલની હતી. સ્પર્ધામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના 6 બહેનો અને 15 ભાઈઓ મળી કુલ 21 તરવૈયાઓએ સમુદ્ર ખેડ્યો હતો.
દરિયા દેવની પૂજા સાથે સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ લીલી ઝંડી દેખાડી પ્રારંભ કરાવ્યો હતો. સવારે 7 વાગ્યે ચોરવાડ ખાતેથી તેમજ બહેનો માટે આદ્રી બંદર ખાતેથી સવારે 7:30 વાગ્યે કલાકે સાંસદ રાજેશ ચુડાસમાએ દરિયાદેવનું પૂજન કરી લીલી ઝંડી આપી હતી.

મહિલા વિભાગમાં પ્રથમ ત્રણ વિજેતા
1. સિલ્કી નાગપુરે, સુરત
2. સારંગ ડોલ્ફી, સુરત
3. દર્શના શેલત

પુરુષ વિભાગમાં પ્રથમ ત્રણ નંબરે વિજેતા
1. અનિકેત પટેલ
2. નિલય કાનીકર, સુરત
3. સાગર કાંબલે, મહારાષ્ટ્ર
આ સ્પર્ધાનું રાજયના રમત-ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃતિ વિભાગ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કર્યું હતું. કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સ્પર્ધકોની સેફ્ટીનું પણ પુરું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ સ્પર્ધા દર બે વર્ષે યોજાય છે. આયોજકોએ કહ્યું કે, ભલે લિસ્ટમાં આ આ છ નામ જોવા મળી રહ્યા છે પરંતુ જેમણે સાહસ ખેડ્યું એ તમામ લોકો વિજેતા છે કારણ કે અફાટ સમુદ્રને ચીરીને વિજય રેખા સુધી પહોંચવું બધા લોકોનું કામ નથી.
સ્પર્ધા અંગે સાંસદે કહ્યું હતુ કે, જ્યારે વીર સાવરકર આંદામાન નિકોબારની જેલમાં સજા ભોગવી રહ્યા હતા ત્યારે તેઓએ ત્યાંથી સમુદ્રના માર્ગે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. વીર સાવરકરના આ સાહસને જ યુવાનોમાં જીવતો રાખવા આ સ્પર્ધાનું આયોજન કરાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત