Homeદે ઘુમા કેરોકસ્ટાર જાડેજા હવે સર ગેરી સોબર્સ, પોલી ઉમરીગર અને વીનુ માંકડની શ્રેણીમાં,...

રોકસ્ટાર જાડેજા હવે સર ગેરી સોબર્સ, પોલી ઉમરીગર અને વીનુ માંકડની શ્રેણીમાં, આ વિક્રમ સર્જનારો વિશ્વનો છઠ્ઠો ઓલરાઉન્ડર

Team Chabuk- Sports Desk: ભારતે શ્રીલંકા સામે મોહાલીની ટેસ્ટમાં મહાવિજય મેળવ્યો છે. આ જીતનો શ્રેય ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાને જાય છે. જેની અભૂતપૂર્વ બેટિંગના જોર પર ભારત વિશાળ સ્કોર ઊભો કરી શકી. જાડેજાએ પોતાની 175 રનની ઈનિંગ થકી તો ઈતિહાસ રચ્યો જ પણ બોલ દ્વારા પણ કુલ નવ વિકેટ લીધી. જાડેજાએ પ્રથમ ઈનિંગમાં બેટ દ્વારા કમાલ કર્યાં બાદ 13 ઓવરમાં 41 રન આપી પાંચ બેટર્સને પવેલિયન પણ મોકલ્યા. 150+ સ્કોર પણ કર્યો હોય અને પાંચ વિકેટ પણ ઝડપી હોય એ કારનામો કરનારો જાડેજા ચોથો ભારતીય ખેલાડી બન્યો છે.

જાડેજા ચોથો ભારતીય

આર.અશ્વિન બે વખત આ કારનામો કરી ચૂક્યો છે. અશ્વિને વર્ષ 2011 અને 2016માં અનુક્રમે વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડની વિરૂદ્ધ રેકોર્ડ બનાવ્યો હતો. 1952માં વીનુ માંકડે ઈંગ્લેન્ડની વિરૂદ્ધ જ્યારે પોલી ઉમરીગરે 1962માં વેસ્ટ ઈન્ડિઝની સામે સેન્ચુરી ફટકારવા સિવાય પાંચ વિકેટ પણ ઝડપી હતી.

વિશ્વ ક્રિકેટમાં જાડેજા છઠ્ઠો ઓલરાઉન્ડર

જાડેજાએ આ સિવાય એક અન્ય વિક્રમ પણ પોતાના નામે નોંધાવ્યો છે. એક જ મેચમાં 150 રન અને પાંચ વિકેટ લેનારો વિશ્વનો છઠ્ઠો ઓલરાઉન્ડર બની ચૂક્યો છે. એ ત્રીજો ભારતીય છે જેણે આ વિક્રમ સર્જ્યો છે. વર્ષ 1951માં વીનુ માંકડે 184 રન બનાવ્યા હતા અને 196 રન આપી પાંચ વિકેટ પણ ઝડપી હતી. વેસ્ટઈન્ડિઝના ડેનિસ એટિંક્સને ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ 1955માં 219 રન બનાવવાની સાથે 56 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. વર્ષ 1962માં ભારતીય ઓલરાઉન્ડર પોલી ઉમરીગરે વેસ્ટઈન્ડિઝની વિરૂદ્ધ નોટઆઉટ 172 રનની ઈનિંગ રમી અને 107 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. 1966માં સર ગેરી સોબર્સે ઈંગ્લેન્ડની વિરૂદ્ધ 174 રન બનાવ્યા અને 41 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. વર્ષ 1973માં મુશ્તાક મોહમ્મદે ન્યૂઝીલેન્ડ સામે 201 રન બનાવવાની સાથે સાથે 49 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. એ પછી સર જાડેજા છઠ્ઠો ઓલરાઉન્ડર બન્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments