Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં હોટેલમાંથી યુવતીનો મૃતદેહ મળવા બાબતે ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રાથમિત તપાસમાં સામે આવ્યું છે કે, મૂળ મિઝોરમની યુવતી HIV પોઝિટિવ છે. જે તેની બહેનપણી અને બે યુવકો સાથે શહેરના SG હાઈવે પર આવેલી એક હોટેલમાં રોકાઈ હતી.સૂત્રોનું માનીએ તો યુવતીનું ડ્રગ્સના ઓવરડોઝના કારણે યુવતીનું મોત થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આ અંગે સાચી માહિતી સામે આવશે. તો બીજી તરફ યુવતીની હત્યા થઈ હોવાની પણ ચર્ચા છે. મહત્વનું છે કે, યુવતી સાથે આવેલા એક યુવકે જ એમ્બ્યુલન્સને જાણ કરી હતી.એમ્બ્યુલન્સનાં સ્ટાફે યુવતીની તપાસ કરીને તેને મૃત જાહેર કરી હતી.
હોટલના રૂમમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો હોવાનો મેસેજ મળતા જ પોલીસ દોડતી થઈ હતી. બોડકદેવ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.વધુ તપાસમાં યુવતી એચઆઈવી પોઝિટિવ હોવાની વાત પણ સામે આવી છે. દાવો છે કે, મિઝોરમની આ યુવતી સ્પામાં કામ કરતી હતી. તે તેની બહેનપણી અને બે યુવકો સાથે હોટલમાં રોકાઇ હતી. રવિવારે હોટલમાં જ તેની તબિયત લથડી હતી.
મૃતક યુવતી 24 વર્ષની હતી, તે મૂળ મિઝોરમની વતની છે અને તે અમદાવાદનાં નવરંગપુરામાં આવેલા સ્પામાં કામ કરતી હતી. આ અંગે ઝોન 7ના ડીસીપી, બી યુ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બોડકદેવ પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે. મોતનું કારણ સામે આવ્યા બાદ વધારે કાર્યવાહી હાથ ધરાશે. હાલમાં અકસ્માતે મોત નોંધીને કાર્યવાહી કરાઈ છે.
બીજી તરફ પ્રાથમિક દ્રષ્ટિએ યુવતીના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી. પરંતુ તે તેના મિત્ર સાથે હોટલમાં રહેવા આવી હતી અને તેની સાથે બીજુ એક કપલ પણ હોટલમાં રોકાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ અંગે સઘન તપાસ ચાલી રહી છે.મળતી વિગતો પ્રમાણે, આ યુવતી તેના મિત્ર સાથે હોટેલમાં રહેવા માટે આવી હતી. પોલીસે હોટેલના સીસીટીવી તપાસ્યા હતાં. આ યુવતી નવરંગપુરામાં સ્પામાં રહેતી હતી. પોલીસને શંકા છે કે, યુવતી સાથે કંઈક અઘટિત બન્યું હોઈ શકે છે. પરંતુ એ દિશામાં પોલીસને કોઈ પુરાવા મળ્યા નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
