Homeગુર્જર નગરીરાજ્યમાં કોરોનાની રફ્તાર ફરી વધી, એક દિવસમાં 12,735 કેસ, 5ના મોત, એક્ટીવ...

રાજ્યમાં કોરોનાની રફ્તાર ફરી વધી, એક દિવસમાં 12,735 કેસ, 5ના મોત, એક્ટીવ કેસ 70 હજારને પાર

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. રાજ્યમાં ત્રીજી લહેરમાં પહેલીવાર કોરોના વાયરસના કેસ 12 હજારને પાર પહોંચ્યા છે. રાજ્યમાં એક દિવસમાં કુલ 12 હજાર 735 કેસ નોંધાયા અને 5 લોકોના મોત થયા. તો બીજી તરફ વધુ 12 હજાર કેસ નોંધાતા એક્ટીવ કેસની સંખ્યા પણ 70 હજારને પાર પહોંચી ગઈ છે.

અમદાવાદમાં પણ કોરોનાનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદમાં એક દિવસમાં કુલ 4 હજાર 340 કેસ નોંધાયા. તો સુરત શહેરમાં પણ 2 હજાર 955 નવા કેસ નોંધાયા. સુરત જિલ્લામાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. સુરત જિલ્લામાં કુલ 464 કેસ નોંધાયા છે અને 2 લોકોનું મોત થયું છે.

હાલ રાજ્યમાં કુલ 70 હજાર 374 એક્ટીવ કેસ છે જેમાંથી 95 લોકો વેન્ટીલેટર પર છે જ્યારે 70 હજાર 279 દર્દીની હાલત સ્થિર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments