Homeગામનાં ચોરેહરણની 30 ફૂટ લાંબી અને 10 ફૂટ ઉંચી છલાંગનો આ વીડિયો જોઈને...

હરણની 30 ફૂટ લાંબી અને 10 ફૂટ ઉંચી છલાંગનો આ વીડિયો જોઈને ચોંકી જ જશો !

Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના છિંદવાડાના પેંચ નેશનલ પાર્કમાં હરણની છલાંગનો એક અદભુત વીડિયો પર્યટકના કેમેરામાં કેદ થઈ ગયો છે. જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.  આ વીડિયોમાં હરણ અંદાજે 30 ફૂટ લાંબો કૂદકો મારે છે. જે લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પેંચ નેશનલ પાર્કમાં ફરવા નીકળેલા ટૂરિસ્ટોની સામે હરણનું એક ટોળું આવી ગયું હતું. આ દરમિયાન બાકીનાં હરણ તો આમતેમ ભાગી ગયાં હતાં. જોકે એક હરણ પર્યટકને જોઈને ખૂબ જ ડરી ગયું હતું. આ હરણ ઝડપથી ભાગ્યું અને તેણે એક જ વખતમાં 30 ફૂટ લાંબો કૂદકો માર્યો હતો.એક જ કૂદકામાં હરણ રસ્તાની એક તરફથી બીજી તરફ પહોંચી ગયું. પર્યટકોનું કહેવું છે કે હરણે લગભગ 30 ફૂટ લાંબી અને 10 ફૂટ ઊંચી છલાંગ લગાવી હતી.

આપને જાણીને આશ્ચર્ય થશે કે,  હરણ એક સ્કૂલ-બસ જેટલી ઊચી અને લાંબી છલાંગ લગાવી શકે છે. હરણનું શરીર ખૂબ જ લચીલું હોવાન કારણે તે લાંબી છલાંગ લગાવી શકે છે. એટલું જ નહીં શિકારથી બચવાની કોશિશમાં કે ડરની સ્થિતિમાં હરણ 30 માઇલ પ્રતિ કલાકની ગતિથી દોડી શકે છે.

પેંચ નેશનલ પાર્કમાં હાલ મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે. નવા વર્ષના દિવસે જ અહીં આવતા ટૂરિસ્ટોની સંખ્યા 1500ની નજીક પહોંચી હતી. હજુ પણ પર્યટકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments