Homeગુર્જર નગરીAAPના ના રહ્યા: વિજય સુવાળા, નિલમ વ્યાસ, મહેશ સવાણીએ રસ્તો બદલ્યો

AAPના ના રહ્યા: વિજય સુવાળા, નિલમ વ્યાસ, મહેશ સવાણીએ રસ્તો બદલ્યો

Team Chabuk-Gujarat Desk: ગાયક વિજય સુવાળા બાદ વધુ એક મોટા નેતાએ આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો છે. સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આમ આદમી પાર્ટીનો સાથ છોડી દીધો છે. આમ, સાત મહિના જેટલા જ સમયગાળામાં ભાજપમાંથી નેતાઓ રાજીનામુ આપતા ગુજરાતમાં ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીની મુશ્કેલી વધી છે.

મહેશ સવાણીએ કહ્યું હતું કે, આપમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરું છું, હું હવે આમ આદમી પાર્ટીમાં નથી. હું રાજનીતિનો નહીં પણ સેવાનો માણસ છું, મને કોઈ હોદ્દાનો મોહ નથી. હવે હું સેવા સાથે જ જોડાઈશ.

બીજી તરફ વિજય સુવાળા વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. વિજય સુવાળા અમદાવાદથી કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા હતા. ઉપરાંત કમલમ ખાતે અગાઉથી અનેક કાર્યકરો હાજર હતા. કમલમના હોલમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે વિજય સુવાળાને ભાજપનો કેસરિયો પહોરાવ્યો હતો. ભાજપમાં જોડાતી વખતે વિજય સુવાળાએ ગીત લલકાર્યું હતું કે, મોજમાં રહેવું રે.. ભાજપની ફોજમાં રહેવું રે..

14મી જાન્યુઆરીએ જ વિજય સુવાળાએ આમ આદમી પાર્ટીનો સાથ છોડવાની વાત કરી હતી. જો કે, ત્યારે તેમણે કોઈ પાર્ટીમાં ન જોડાવાનું અને પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધવાની વાત કરી હતી.

તો આ તરફ કોંગ્રેસે વિજય સુવાળા પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે કહ્યું હતું કે, ભુવાજીને ભાજપમાં મજા આવશે, ત્યાં ડાકલા વગાડવા વાળા ખૂબ છે. એટલું જ નહીં તેમણે કટક્ષા કર્યો કે, વિજય સુવાળાનું ટીમ Bમાંથી ટીમ Aમાં પ્રમોશન થયું છે.

આ ઉપરાંત આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરના યુવા ઉપાધ્યક્ષ નિલમબેન વ્યાસે વિધિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ ઘારણ કર્યો હતો. પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની હાજરીમાં નિલમ વ્યાસ ભાજપમાં જોડાયા હતા. નિલમ વ્યાસ આમ આદમી પાર્ટીમાં અમદાવાદ શહેર યુવા ઉપાધ્યક્ષ તરીકે જોડાયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments