Team Chabuk-Gujarat Desk: ઉત્તરાયરણ પહેલાં માતા-પિતા માટે લાલબત્તી સમાન બનાવ સુરતમાં બન્યો છે. ઉત્તરાયરણ પહલાં જ સુરતના અડાજણ-પાલ રોડ પર 6 વર્ષના બાળક તનયનું પાંચમાં માળેથી પટકાતા મૃત્યુ થયું છે. બાળક પોતાની બહેન અને મિત્રો સાથે પતંગ ચગાવી રહ્યો હતો. આ દરમિયાન પગ લપસતા દુર્ઘટના સર્જાઈ હતી. મૃતક એગ્રિકલચર કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપકનો એકનો એક દીકરો હતો.
મૃતકના પિતાએ કહ્યું કે, તનય ધોરણ-1માં અભ્યાસ કરતો હતો. નીલકંઠ એવન્યુના બાળમિત્રો સાથે ધાબા પર રમવા જતો હતો. તેની મોટી બહેન એની સાથે જ રહેતી હતી. ગુરુવારની સાંજે તનયે પતંગ ચગાવવાની જીદ કરતાં માતાએ પતંગ લાવી આપ્યો હતો. બહેન અને બીજા બાળમિત્રો સાથે જ હતા. તનય પટકાતાં અચાનક બૂમાબૂમ થતાં લોકો એકઠાં થઈ ગયા હતા.
તેમણે કહ્યું કે, પત્નીએ દોડીને જોયું તો તનય અગાસી પરથી લગભગ 60-70 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો. તેને માથા અને છાતીમાં ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો જો કે, ત્યાં સુધીમાં બહું મોડું થઈ ગયું હતું. ડોક્ટરે તનયને મૃત જાહેર કર્યો હતો.
ઉત્તરાયણ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ પતંગરસીકોનો ઉત્સાહ વધી રહ્યો છે. અત્યારથી જ પતંગરસિકોએ પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધુ છે. બાળકો પણ ઉત્સાહમાં ધાબા પર ચઢી રહ્યા છે. જો કે, પતંગ ચગાવતી વખતે દુર્ઘટનાનો ભોગ ન બનીએ અને ઉત્સાહનો માહોલ માતમના માહોલમાં ન છવાય તેનું ધ્યાન રાખી પતંગ ચગાવવી જોઈએ કારણ કે, પતંગની દોર તૂટી કે કપાઈ જશે તો ચાલશે પરંતુ જો જીવનની દોર કપાઈ ગઈ તો સ્નેહીજનો પણ અફસોસ સિવાય બીજુ કંઈ નહીં કરી શકે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત