Homeગુર્જર નગરીઓહો... અમેરિકામાં વ્હાઈટ હાઉસથી થોડે દૂર જ બનશે જૈન મંદિર ! ...

ઓહો… અમેરિકામાં વ્હાઈટ હાઉસથી થોડે દૂર જ બનશે જૈન મંદિર ! ભૂમિપૂજન, ખનનવિધિ અને શિલારોપણ વિધિ પૂર્ણ

Team Chabuk-Gujarat Desk: વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિને જીવંત જૈન સમુદાયે પણ કવાયત હાથ ધરી કરી છે. વિદેશોમાં હવે સ્વામીનારાયણ મંદિર બાદ જૈન દેરાસરો પણ બનશે. અમેરિકામાં વ્હાઈટ હાઉસથી માત્ર 20 કિલોમીટર દૂર જૈન દેરાસરનું નિર્માણ કરાશે. વ્હાઈટ હાઉસથી માત્ર 20 કિમીના અંતરે વિશાળ જૈન મંદિર ઉભુ કરાઈ રહ્યું છે. આ મંદિર અમેરિકામાં વસતા લાખો હિન્દુ લોકોની આસ્થાનું સ્થળ બનશે સાથે સાથે વિદેશીઓ માટે પણ આક્રષણનું કેન્દ્ર બનશે.

જૈન સોસાયટી ઓફ ઓફ મેટ્રોપોલીટન વોશિંગ્ટનના આંગણે શિલ્પયુક્ત શિખપબદ્ધ જિનાલય તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે આચાર્ય પ્રવર પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ ખુબજ પ્રાચિન સંસ્કૃતિ છે અને અહિના મંદિર તથા ધાર્મિક સ્થળો એક વિશેષ મહત્વ ધરાવે છે. ભુતકાળમાં અનેક લોકો ભારતમાં આવ્યા અને ભારતે ઉદારતા રાખી તમામને પોતાના ધર્મસ્થાનો સ્થાપ્વા મંજૂરી આપી પરંતુ ભારત પાસે જે ઐતિહાસીક વારસો છે તે દેશ વિદેશમાં લઈ જવો પણ તેટલો જ જરૂરી છે. માટે અમેરિકાની ધરતી પર વિશાળ જિનાલય તૈયાર કરવામાં આવી રહ્યું છે.

મહારાજે જણાવ્યું કે આ જિનાલયના કારણે અમેરિકાના નવનિયુક્ત સાંસદો પણ ખુબ ખુશ છે અને ખાસ અમેરિકાના પ્રમુખે પણ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરી છે. ત્યારે 2023ના અંત સુધીમાં આ જિનાલય બનીને તૈયાર હશે.

આ સાથે જ આ મંદિરની વિશેષતા જોઈએ તો, આ મંદિર કુલ 150 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યું છે જેમાં કુલ 6 એકર જમીનમાં આ મંદિર તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેના પર ભૂમિપૂજન, ખનનવિધિ અને શિલારોપણ જેવી પ્રારંભિક વિધિ પૂર્ણ કરી છે. અને તમામ મંજૂરીઓ મળ્યા બાદ હવે 30,000 ચોરસ ફૂટનું બાંધાકામ પણ શરૂ કરાયું છે.

6000 ચોરસ ફુટમાં શ્વેતાંબર અને દિગંબર મંદિર આ સાથે જ અન્ય 24000 ફુટમાં ધાર્મિક, શૈક્ષણિક તથા સામાજિક સંકુલ પણ તૈયાર કરવામા આવશે. જેમાં સ્થાનક, ઉપાશ્રય સહિત કલાસરૂમ અને લાયબ્રેરી જેમાં પ્રાચિન ભારતનો ભવ્ય ઈતિહાસ પણ સૌ સુધી પહોચે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.

શ્વેતાંબર મંદિરમાં કુલ 450 લોકોની ક્ષમતા રાખવામાં આવશે. દેરાસરમા 3 શિખરો, ફલોર, દીવાલો અને છત ખાસ સંગેમરમર મકરાણા માર્બલમાં તૈયાર થશે. આ સાથે જ દેરાસરના ગભારામાં અંજનલાકા થયેલ પાંચ તીર્થકર પરમાત્માની પરિકર સહિત મૂર્તિઓ પણ રાખવામાં આવશે. તમામ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા અને પ્રથમ ટાંકણા વિધાન અમદાવાદમાં કરવામાં આવશે અને ત્યારબાદ સંપૂર્ણ સન્માન સાથે આ તમામ મૂર્તિઓને અમેરિકામાં તૈયાર થતા જિનાલય ખાતે દર્શનાર્થે મુકવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments