Homeગુર્જર નગરીપત્ની રિસામણે જતાં યુવકની આત્મહત્યા, પત્નીને ગમતા શર્ટ વડે જ ગળાફાંસો લગાવ્યો,...

પત્ની રિસામણે જતાં યુવકની આત્મહત્યા, પત્નીને ગમતા શર્ટ વડે જ ગળાફાંસો લગાવ્યો, સુસાઈડ નોટમાં લખ્યું, “આઈ મિસ યુ, હું તને પ્રેમ કરું છું”

Team Chabuk-Gujarat Desk: સુરતના ડીંડોલી વિસ્તારમાં એક યુવકે આત્મહત્યા કરી લીધી. પત્ની રિસામણે જતાં યુવકે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તો ચોંકાવનારી વાત એ છે કે, જે શર્ટ પત્નીને ગમતો હતો તે જ શર્ટથી યુવક ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે યુવકના દોઢ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયા હતા. જો કે, કોઈ કારણોસર ઝઘડા થતાં પત્નીએ છુટાછેડાની માગણી કરી હતી.

યુવકના મૃતદેહ પાસેથી પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી છે. બે પાનાની સુસાઈડ નોટમાં તેણે પત્નીને સંબોધીને લખ્યું છે કે, આઈ મિસ યુ હું તને પ્રેમ કરું છું. સાથે જ પોતાની ઘણી ભૂલો હોવાની પણ યુવકે સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. તે લખે છે કે, મારી ભૂલના કારણે જ તને ગુમાવી છે.

યુવકે સુસાઈટ નોટમાં લખ્યું છે કે, અન્નુ આઈ મિસ યુ. હું તને પ્રેમ કરું છું. તને સીધે સીધો તો નહીં કહીં શકતો આજે. મારી હાલત ખુબ જ ખરાબ છે. મને આ અજીબ લાગે છે. મારું દુઃખ કોને સમજાવું. તુ સમજવાવાળી જ મને નથી સમજતી. મારાથી દૂર થાય છે. અનુ તું જોવા પણ નથી મળતી. હું તો અન્નુ બધુ હારી ગયો. મારી બધી ભૂલોના કારણે મેં મારું બાળક ગુમાવ્યું. મારી ભૂલોના કાણે મે મારું બીજું બાળક ગુમાવ્યું. મારી બધી ભૂલોના કારણે હું આજે તને ગુમાવું છું. મારી બધી ભૂલોના લીધે…..


મેં મારી જીંદગીમાં આટલી ભૂલો કરી છે જીવ ગુમાવીને પણ નહીં સુધરવાનું. તારા પાપા ખૂબ જ લકી છે કે તારા જેવી દીકરી મળી છે જે માટે પોતાના મા-બાપ માટે પોતાના પતિને છોડી દીધો. અન્નુ ખુશ રહેજે. તારા મા-બાપ ખુશ રહે. તું ખુશ રહે, બધા ખુશ રહો. હું કંઈ મરી નથી જવાનો ટેન્શન ના લેતી. હું રોજ નોકરીએ જઈશ, સાંજે આવીશ જમીને સુઈ જવા એનાથી વધારે કઈ નહીં થાય. અન્નુ હું તને પ્રેમ કરું છું. આઈ લવ યુ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments