Team Chabuk-Sports Desk: ભારતીય ટીમ T20 Word Cup 2022 માટે ઓસ્ટ્રેલિયા ગઈ છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વાર્મ અપ મેચમાં ભારે રસાકસી બાદ ભારતે વિજય મેળ્યો હતો. જો કે, ખરો જંગ 23 ઓક્ટોબરથી શરૂ થશે. 23 ઓક્ટોબરે ભારતની પહેલી મેચ છે એ પણ પાકિસ્તાન સામે જેની ફેન્સ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.
મહત્વનું છે કે, આ વખતે T20 World Cup 2022માં ખેલાડી માટે કોઈ બાયોબબલ નથી. જેને લઈને ખેલાડીઓ બહાર હરીફરી રહ્યા છે. તાજેતરમાં જ એક યુવતીએ વિરાટ કોહલી સાથે ફોટો ક્લીક કરાવ્યો હતો. જે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે કોણ છે આ મિસ્ટ્રી ગર્લ ?


મૂળ ભારતની અમિષા બસેરા યુનિવર્સિટી ઑફ ક્વિન્સલેન્ડમાં અભ્યાસ કરી રહી છે. કોહલી સાથે ફોટોના કેપ્શનમાં લખ્યું હતું કે ‘જસ્ટ બિયોન્ડ વર્ડ્સ’. કોહલી સાથેનો અમિષાનો આ ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સાથે જ તેના ફોલોઅર્સની સંખ્યા પણ વધી રહી છે.


ભારતીય ટીમ બ્રિસ્બેનમાં હતી ત્યારે અમિષાએ વિરાટ સાથે ફોટો ક્લીક કરાવ્યો હતો. ત્યારબાદ તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ( ઇન્સ્ટાગ્રામ ) પર ફોટો પોસ્ટ કર્યો હતો. ફોટો પોસ્ટ કરતાની સાથે જ તે રાતોરાત જાણીતી બની ગઈ છે. લોકો તેના કોહલી સાથેના આ અંદાજને પસંદ કરી રહ્યા છે.
ભારતીય ટીમ આમ તો પ્રેક્ટિસ માટે લાંબા સમયથી ઓસ્ટ્રેલિયામાં છે. 23 ઓક્ટોબરે ભારતીય ટીમ પાકિસ્તાન સામે T20 World Cup 2022ની પહેલી મેચ રમશે.
આ છે ટીમના સભ્યો
રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ.રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દીપક હૂડા, અક્ષર પટેલ, ભૂવનેશ્વર કુમાર, આર.અશ્વિન, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત