Homeગુર્જર નગરી‘વંદે ભારત’ પાછળ પડ્યા પશુ: હવે બળદ સાથે ટક્કર, ટ્રેનની હાલત...

‘વંદે ભારત’ પાછળ પડ્યા પશુ: હવે બળદ સાથે ટક્કર, ટ્રેનની હાલત થઈ ગઈ આવી, એક જ મહિનામાં ત્રીજો અકસ્માત

Team Chabuk-Gujarat Desk: (Vande Bharat) વંદે ભારત ટ્રેન પાછળ જાણે કે પશુઓ પડી ગયા છે ! આ ટ્રેન જ્યાં જાય છે ત્યાં પશુઓ તેને શોધી જ લે છે ! ફરી એકવાર (Vande Bharat) વંદે ભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. આ વખતે ટ્રેન સાથે બળદ ટકરાતા અકસ્માત સર્જાયો. વલસાડના અતુલ સ્ટેશન નજીક (Vande Bharat) વંદે ભારત ટ્રેનને વઘ્ન નડ્યું હતું. બળદ અડફેટે આવી જતા ટ્રેનના એન્જિનના ભાગે નુકસાન થયું છે. એટલે કે, ફરી એકવાર ટ્રેનનું મોં તૂટી ગયું છે.

મહત્વનું છે કે, લીલી ઝંડી અપાયા બાદ (Vande Bharat) વંદે ભારતનો આ ત્રીજો અકસ્માત છે. પહેલી વાર મણિનગર સ્ટેશન પાસે ટ્રેક પર ભેંસ આવી જતા દુર્ઘટના બની હતી. જે બાદ સમારકામ કરીને ગાડી પાટે દોડાવવામાં આવી હતી. તો આ દુર્ઘટનાના બીજા જ દિવસે કણજરી અને આણંદ સ્ટેશન વચ્ચે ગાય સાથે ટ્રેનની ટક્કર થઈ હતી. અને હવે વલસાડમાં ગાય અથડાય છે.

આ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ (Vande Bharat) વંદે ભારત ટ્રેનનો અકસ્માત નડ્યો હતો. વટવા અને મણિનગર વચ્ચે સેમી હાઈ-સ્પીડ મુંબઈ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસને ઢોર અથડાતા નુકસાન પહોંચ્યું હતું. વંદેભારત ટ્રેન 180ની સ્પીડ પર મુંબઇથી ગાંધીનગર જઇ રહી હતી. ત્યારે જ અમદાવાદનાં મણિનગર પાસે ટ્રેનના આગળના ભાગમાં ભેંસ અથડાઇ હતી. ત્યારે આ ઘટના બાદ અધિકારઓએ તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવી હતી.

આ અકસ્માતના સતત બીજા દિવસે (Vande Bharat) વંદે ભારત એક્સપ્રેસને અકસ્માત નડ્યો હતો. આણંદ પાસે ગાય અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેન અથડાતા મામૂલી નુકસાન થયું હતું. (Vande Bharat) વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ તરફ જતી હતી ત્યારે બોરીયાવી કણજરી રેલવે સ્ટેશન અને આણંદ રેલવે સ્ટેશન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેનના ટ્રેક પર અચાનક જ ગાય આવી જતા ટ્રેન અથડાઈ હતી. જોકે, આ ઘટનામાં ટ્રેનને મામૂલી નુકસાન પહોંચ્યું હતું. ટ્રેક પર રખડતા પશુઓ આવી જતાં ફરી એકવાર સવાલો ઉઠ્યા છે અને ટ્રેક પર પશુઓ ન આવે તેવી વ્યવસ્થા કરવા માગણી ઉઠી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments