Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારો જાહેર કરવામાં આગળ રહેલી પાર્ટી મુખ્યમંત્રીના નામની જાહેરાતમાં આગળ રહેશે તેવું લાગી રહ્યું છે. કેમ કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીના નામની ક્યારે જાહેરાત થશે તે અંગે સ્પષ્ટતા કરી દીધી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના ચહેરા સાથે ચૂંટણી લડશે તે વાત નક્કી થઈ ગઈ છે. 3 નવેમ્બર સુધીમાં જનતા જ નક્કી કરશે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો.. આ માટે આમ આદમી પાર્ટીએ નંબર અને ઇમેઇલ એડ્રેસ જાહેર કર્યા છે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, અમે જનતાને પૂછીને નક્કી કરીએ છીએ કે તમે કોને મુખ્યમંત્રી બનવાવા માંગો છો. પંજાબની ચૂંટણીમાં અમે લોકોને પૂછ્યું હતું કે મુખ્યમંત્રી કોણ હશે. અને પંજાબમાં લોકોએ ભગવંત માનના નામની પસંદગી કરી હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તેવો માહોલ તૈયાર થઈ ચૂક્યો છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના ગુજરાતના મુખ્યમંત્રી ચહેરો જનતા નક્કી કરશે.
આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો પસંદ કરવા માટે નંબર અને ઈમેલ એડ્રેસ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના લોકો 6357 000 360 નંબર પર મેસેજ, વોટ્સેપ મેસેસ, વોઇસ મેસેજ કરી અને પોતાના મુખ્યમંત્રીના નામનો મેસેજ કરી શકશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ [email protected] ઇમેઇલ એડ્રેસ જાહેર કર્યું છે. જેમાં 3 તારીખ સાંજે 5 વાગ્યા સુધી મુખ્યમંત્રીનું નામ મોકલી શકાશે. જેમનું પરિણામ 4 તારીખે જાહેર થશે. એટલે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મુખ્યમંત્રીનો ચહેરો 4 નવેમ્બરે જ જાહેર કરી દેશે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા