Homeદે ઘુમા કેT20 World Cup 2022: સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમમાં થઈ શકે...

T20 World Cup 2022: સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમમાં થઈ શકે છે બે બદલાવ, આ સ્ટાર ખેલાડીની થઈ શકે એન્ટ્રી

Team Chabuk-Gujarat Desk: T20 World Cup 2022માં (Team India ) ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતીય ટીમ પણ સતત 2 જીતો મેળવી ચૂકી છે. હવે આગામી મેચ સાઉથ આફ્રિકા સામે 30 ઓક્ટોબરના રોજ રમાવાની છે. (Team India ) ભારતીય ટીમ જીત અને સેમીફાઈનલમાં સ્થાન પાક્કુ કરવાના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે.

(Team India ) ભારતીય ટીમને આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ સામેની બંને મેચોમાં જીત મેળવી છે પરંતુ (Team India ) ભારતીય ટીમ જો સાઉથ આફ્રિકા સામેની મેચ પણ જીતે તો ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધુ મજબૂત થશે. સાઉથ આફ્રિકા સામે હવે જીત મેળવવા માટે પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ કરી શકે છે. મહત્વનું છે કે, નેધરલેન્ડ સામે રોહિત શર્માએ 50 રન ફટકાર્યા હતા જો કે, શરૂઆતની ઓવરમાં તે મેદાન પર સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.

પાકિસ્તાન અને નેધરલેન્ડની સરખામણીમાં સાઉથ આફ્રિકાની ટીમ મજબૂત છે. જેને લઈને ભારતીય બોલર્સ અને બેટર્સે મેદાન પર પોતાનું સંપૂર્ણ આપવું પડશે. છેલ્લી બે મેચમાં ભારતીય ઓપનર્સ વિરોધી ટીમ સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. કે.એલ.રાહુલે (Team India ) ભારતીય ટીમ અને સમર્થકોને બંને મેચમાં નિરાશ કર્યા છે. જેને લઈને ટીમમાં ઋષભ પંતને સ્થાન મળી શકે છે.

તો બોલર્સમાં પણ એક ફેરફાર થઈ શકે છે. સાઉથ આફ્રિકા સામે યુઝવેન્દ્ર ચહલનો રેકોર્ડ સારો છે. જેને ધ્યાને રાખી પ્લેઈંગ ઈલેવનમાં ચહલનો સમાવેશ કરાઈ શકે છે. અત્યાર સુધી તે દ્વિપક્ષીય સિરીઝમાં સાઉથ આફ્રિકા સામે તે ઘણો સફળ રહ્યો છે. જેથી એક મુખ્ય સ્પિનર તરીકે ફરી એકવાર ચહલ મેદાનમાં જોવા મળી શકે છે. જેના બદલામાં અક્ષર અથવા અશ્વિનને આરામ અપાઈ શકે છે.

સાઉથ આફ્રિકા સામેની મેચમાં જીત મળતા (Team India ) ભારતીય ટીમનો સેમી ફાઇનલ સુધીનો રસ્તો સરળ બની જશે. સાઉથ આફ્રિકા બાદ ભારતીય ટીમને બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે સામે મેચ રમવાની છે. જો કે, પાકિસ્તાન સામે જે રીતે ઝિમ્બાબ્વે રમ્યું છે તેને જોઈને (Team India ) ભારત આ ટીમને જરા પણ હળવાશમાં નહીં લે અને મજબૂતીથી મેદાને ઉતરશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments