Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેરમાં એક ચોંકવાનારી ઘટના બની છે. શહેરના વાઘોડિયા રોડ પર આધેડ તેની કહેવાતી ગર્લફ્રન્ડને મળવા તેના ઘરે ગયા હતા. આ દરમિયાન તેમની પત્ની, દીકરી અને બનેવી તેમની પાછળ યુવતીના ઘરે પહોંચી જતા હોબાળો થયો હતા. પત્ની અને દીકરીએ યુવતીના વાળ પકડીને માર માર્યો હતો. આ અંગે યુવતીએ આ લોકો સામે માર મારવાની અને 50 હજાર રોકડા સામાનની લૂંટની ફરિયાદ બાપોદ પોલીસ મથકે નોંધાવી છે.
અહેવાલ અનુસાર, 23 વર્ષની યુવતી શહેરના આજવા રોડ પર રહેતી મુંબઇમાં આઇટીનો અભ્યાસ કરે છે. આ યુવતી શહેરના વાઘોડિયા રોડ પર રહે છે. દેડિયાપાડાનો આધેડ વેપારી અને યુવતીને મિત્રતા હતી. તેઓ અવારનવાર મળતા પણ હતા. બીજી તરફ વેપારીના પરિવારને આ બંનેના સંબંધો પર શંકા હતી. વેપારી 26 ઓક્ટોબરના રોજ યુવતીના ઘેર દશેક વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા. જ્યાં મળવા આવેલા મિત્રની તબિયત બરાબર ન લાગતાં તેને હોસ્પિટલ જવા યુવતી તૈયાર થઇ હતી. દરમિયાન ફ્લેટના ગેટ નીચે આધેડની પત્ની, પુત્રી અને બનેવી આવી પહોંચ્યાં હતાં.
આધેડ અને યુવતીના સંબંધો અંગે શંકા હોવાથી પત્ની અને પુત્રીએ વાળ પકડીને યુવતીને માર માર્યો હતો. જ્યારે પત્નીના બનેવી અને તેમની સાથે આવેલા વ્યક્તિએ પણ માર માર્યો હતો. જ્યારે આધેડની દીકરીએ યુવતીનું પર્સ ઝૂંટવી તેમાંથી રોકડા 50 હજાર રૂપિયા, મોબાઈલ અને વિવિધ કાર્ડ લઇ લીધાં હતાં. યુવતીને પહેલાં સયાજી હોસ્પિટલ, ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ કિસ્સો વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત