Team Chabuk-Political Desk: મહારાષ્ટ્રમાં શિવસેનાને લઈ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ સામસામે છે. નામ અને ચિહ્નની આ લડાઈમાં ચૂંટણી પંચે તાજેતરની પેટાચૂંટણીઓને લઈને ઉદ્ધવ ઠાકરે જૂથને નવું નામ અને પક્ષનું પ્રતીક આપ્યું છે, જ્યારે શિંદે જૂથને માત્ર નામ જ મળ્યું છે. પંચના નિર્ણય અનુસાર ઉદ્ધવ જૂથને મશાલ પ્રતીક માટે મંજૂરી મળી ગઈ છે. આ જૂથનું નામ હવે શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે રહેશે. બીજી તરફ શિંદે જૂથનું નામ બાલાસાહેબચી શિવસેના છે.
એકનાથ શિંદે જૂથ દ્વારા પ્રતીકને લઈને મોકલવામાં આવેલા ત્રણ સૂચનોને સ્વીકાર્યા નથી. આવતીકાલે સવારે 10 વાગ્યા સુધીમાં 3 ચૂંટણી ચિહ્નો મોકલી આપવા જણાવ્યું હતું. આ પછી ચૂંટણી પંચે આ પ્રતીકો અને નામોની તપાસ કરી. ચૂંટણી પંચે ધાર્મિક અર્થને ટાંકીને શિવસેનાના હરીફ જૂથને ચૂંટણી પ્રતીક તરીકે ત્રિશુલ અને ગદા ફાળવવાનો ઇનકાર કર્યો હતો. ચૂંટણી પંચે શિંદે જૂથને આવતીકાલે 11 ઓક્ટોબર સુધીમાં 3 નવા પ્રતીકોની યાદી આપવા જણાવ્યું છે.
પાર્ટીમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચે શનિવારે (8 ઓક્ટોબર) શિવસેનાના ધનુષ અને તીરના પ્રતીકને ફ્રીઝ કરી દીધું હતું. પંચે 3 નવેમ્બરે અંધેરી (પૂર્વ) વિધાનસભા બેઠકની આગામી પેટાચૂંટણીમાં પક્ષના નામ અને ચૂંટણી ચિન્હ ‘તીર-કમાન’નો ઉપયોગ કરવા પર બંને પક્ષોને પ્રતિબંધ મૂક્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત