Homeગુર્જર નગરીRajkot: રાજકોટમાં મહિલાનું સ્વાઈન ફ્લૂથી મોત થતા આરોગ્ય તંત્ર હરકતમાં

Rajkot: રાજકોટમાં મહિલાનું સ્વાઈન ફ્લૂથી મોત થતા આરોગ્ય તંત્ર હરકતમાં

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં સ્વાઈન ફ્લૂના કારણે એક મહિલાનું મોત થતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. છેલ્લાં 24 કલાકમાં એક 50 વર્ષના મહિલાનું મોત થયું છે.રાજકોટમાં સિવિલમાં હાલ બે સ્વાઇન ફ્લૂના દર્દીની હાલત ગંભીર છે. તો કેટલાંક દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્વાઇન ફ્લૂના પ્રારંભિક કેસ વર્ષ 2009માં મેક્સિકોમાં નોંધાયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ 100 દેશો સ્વાઇન ફ્લૂના ભરડામાં આવી ગયા છે.

સ્વાઇન ફ્લૂના લક્ષણો સામાન્ય ફ્લૂનાં લક્ષણો જેવાં જ છે, જેથી તેની ઓળખ લોહીના પરિક્ષણથી જ શક્ય છે. સ્વાઇન ફ્લૂના મુખ્ય લક્ષણો માથામાં દુ:ખાવો, તાવ, ગળામાં અસહજતાનો અનુભવ, ઉધરસ, શરીરમાં દુ:ખાવો અને શ્વાસ લેવામાં તકલીફ છે. આ વાઇરસનો ચેપ ફેલાવાથી શરીરના કેટલાક અંગો કામ કરવાનું બંધ કરી દે છે, જેના કારણે મોત પણ થઈ શકે છે.

સ્વાઇન ફ્લૂથી બચવા માટેનો શ્રેષ્ઠ ઉપાય સ્વચ્છતાનું પાલન છે. જ્યાં ખૂબ જ ભીડ હોય તેવી જગ્યાઓએ જવાનું ટાળવું, ઉઘરસ ખાતા સમયે કે છીંક આવે ત્યારે મોઢા અને નાકને રૂમાલ કે કપડાથી ઢાકવાં અને જે વ્યક્તિને ફ્લૂની અસર હોય તેનાથી અંતર જાળવી રાખવું જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments