Homeગુર્જર નગરીઠરવા રહેજો તૈયાર: હવામાન વિભાગનું યલો એલર્ટ, આ શહેરોમાં પડશે હાડ...

ઠરવા રહેજો તૈયાર: હવામાન વિભાગનું યલો એલર્ટ, આ શહેરોમાં પડશે હાડ થીજવતી ઠંડી, આ તારીખથી માવઠાની આગાહી

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં આગામી બે દિવસ ઠંડીનું જોર વધશે.  હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે. ઉત્તર ભારતના પહાડોમાં ભારે બરફવર્ષાને પગલે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગનું માનીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમાં હાડ થીજવતી ઠંડી પડશે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે યલો એલર્ટની સાથે તાવ અને શરદીના દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, વયસ્ક સહિતના લોકોને કોલ્ડવેવની અસરથી તકલીફ થવાની પણ ચેતવણી આપી છે. જેને લઈને ઠંડીથી બચવા સ્વેટર પહેરવા સહિતના ઉપાયો પણ હવામાન વિભાગે સૂચવ્યા છે. તો બીજી તરફ ઠંડીનો પ્રકોપ ઓછો થશે તો માવઠાનો માર પડી શકે છે. હવામાન વિભાગે 16થી 18 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી કરી છે.

રવિવારે રાત્રિએ અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જ્યારે 6.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. ઉપરાંત ગાંધીનગરમાં 7 અને અમદાવાદમાં 9.1 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડ્યો હતો.

શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 24.8 અને લઘુતમ તાપમાન 15.9 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ, ઠંડા પવનની અસરને કારણે રવિવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 7 ડિગ્રી ગગડીને 9.1 ડિગ્રીએ પહોંચતાં વહેલી સવારથી જ ઠંડીમાં વધારો થયો હતો. રાજ્યના દરિયાકાંઠાના શહેરોને બાદ કરતાં અન્ય શહેરોમાં ઠંડીનો પારો 12 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આગામી ચાર-પાંચ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments