Team Chabuk-National Desk: હિમાચલના મનાલીના ભજોગીમાં ચાલુ બરફવર્ષા દરમિયાન પાંચ માળના મકાનમાં આગ લાગી હતી. એટલું જ નહીં આગ પર કાબૂ મેળવાય તે પહેલાં જ ઘરમાં રહેલો સિલિન્ડર બ્લાસ્ટ થયો. જેના કારણે આગના કારણે પાંચ માળનું મકાન આખેઆખું સળગી ગયું હતું. જો કે, આગ કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું ન હતું.
બનાવની જાણ થતાં આજુબાજુના લોકોએ મકાનમાંથી ધુમાડો નીકળતો જોયો અને તે અંગેની માહિતી ફાયરબ્રિગેડને આપી દીધી. સાથે જ લોકોએ પોતાની રીતે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. જો કે, મકાનમાં રાખવામાં આવેલા સિલિન્ડરમાં વિસ્ફોટ થતા આગ વધુ વિકરાળ બની હતી. જોરદાર વિસ્ફોટને કારણે આખો વિસ્તાર ધ્રુજી ગયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મકાન માલિક આગ લાગી તે બાદ તાત્કાલિક જ ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.
Fire near Main Manali… Nobody is hurt thankfully!!! pic.twitter.com/4ue5tycGKn
— Tisha Dogra (@TishaDogra) January 9, 2022
બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. ભારે હિમવર્ષાને કારણે ફાયરબ્રિગેડની ટીમને પહોંચવામાં સમય લાગતા આજુબાજુના લોકો એકઠાં થઈ ગયા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. ફાયરબ્રિગેડના જવાનોએ ભારે મથામણ કર્યા બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફાયરબ્રિગેડના અધિકારી પ્રેમે જણાવ્યું કે માહિતી મળતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કારણે પાંચ માળના મકાનને નુકસાન થયું છે. જે મકાનમાં આગ લાગી તેની આજુબાજુ અનેક ઘર હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી અન્ય મકાનોમાં આગ ન ફેલાય તેની તકેદારી રાખવામાં આવી હતી. જે ઘરમાં આગ લાગી તેમના પાડોશીએ કહ્યું કે, આગ લાગવાથી તેમના ઘરો પર પણ જોખમ ઉભુ થયું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત