Team Chabuk-Gujarat Desk: મધ્યપ્રદેશના ભોપાલમાં રાકેશ રાણા નામના એક કોન્સ્ટેબલને એટલે સસ્પેન્ડ કરી દેવાયો કારણે કે તેણે મૂછો રાખી હતી. રાકેશ રાણાની મૂંછ ઈન્ડિયન એરફોર્સના જાંબાઝ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનની મૂંછ જેવી જ છે. આ કારણે તેમના સાથી કર્મીઓ પણ તેમને અભિનંદન જ કહેતા હતા. જો કે, ઉચ્ચ અધિકારીઓને તેની મૂછ પસંદ ન આવી !
કૉન્સ્ટેબલ રાકેશ રાણા એમપી પૂલ ભોપાલ કોઓપરેટિવ ફ્રોડ તેમજ લોક સેવા ગેરંટીના વિશેષ પોલીસ ડાયરેક્ટરના ડ્રાઈવરના પદે તહેનાત હતા, જેઓને બે દિવસ પહેલા તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. સસ્પેન્શનનો આદેશ IG પ્રશાંત શર્માએ જાહેર કર્યો છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાકેશ રાણાનું ટર્નઆઉટ ચેક કરવામાં આવતા ખ્યાલ આવ્યો કે તેમના વાળ વધી ગયા છે. મૂંછ પણ અજીબ જ શેપમાં છે. તેનાથી ટર્નઆઉટ સારો નથી દેખાતો. રાકેશને ટર્નઆઉટ યોગ્ય કરવા માટે વાળ અને મૂંછ વ્યવસ્થિત રીતે કપાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. રાકેશે આદેશનું પાલન કર્યું ન હતું. આ યુનિફોર્મની સેવામાં અનુશાસનહીનતાની શ્રેણીમાં આવે છે. આ કારણે જ તેમને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવે છે.
કોઓપરેટિવ ફ્રોડ તેમજ લોક સેવા ગેરંટીના AIG પ્રશાંત શર્માનું કહેવું છે કે કૉન્સ્ટેબલ રાકેશ રાણાએ આદેશનું પાલન નથી કર્યું.
બીજી તરફ રાકેશે મૂંછ કઢાવવા કરતાં સસ્પેન્ડ થવાનું પસંદ કર્યું હતું. રાકેશે કહ્યું હતું કે, “સર હું રાજપૂત છું અને મૂંછ રાખવાની મારી શાન છે. નોકરી રહે કે ન રહે પણ હું મૂંછ નહીં મુંડાવું. હું પહેલાં પણ આવી જ મૂંછ રાખતો હતો. પાકિસ્તાન સેનાના હાથે પકડાયેલા ગ્રુપ કેપ્ટન અભિનંદન એક ઓળખ બની ગયા હતા. તે પછીથી લોકો મને પણ મૂંછના કારણે અભિનંદન કહેતા હતા. મને સસ્પેન્શનનો આદેશ મંજૂર છે પરંતુ મૂંછ તો નહીં જ કપાવું.”
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત