Homeગુર્જર નગરીટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતો આ તારીખથી કરાવી શકશે રજિસ્ટ્રેશન

ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતો આ તારીખથી કરાવી શકશે રજિસ્ટ્રેશન

Team Chabuk-Gujarat desk: ગુજરાતમાં આગામી લાભપાંચમથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે. આજે વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આ માહિતી આપી હતી.

rps baby world

રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યભરના ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે નોંધણીનો આગામી તારીખ 01 ઓક્ટોબર 2021થી પ્રારંભ કરવામાં આવશે. ખેડૂતોએ આ માટે ‘આઇ ખેડૂત પોર્ટલ’ ઉપર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે.રાઘવજી પટેલે પૂરક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં આગામી લાભપાંચમથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે.

રાઘવજી પટેલે પૂરક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે વર્ષ 2020-21માં ગુજરાતમાં પ્રતિ ક્વિન્ટલ 5  હજાર 275 અને વર્ષ 2021-22માં ૫ હજાર 550ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2019-20માં 5 લાખ 546 મેટ્રિક ટન અને વર્ષ 2020-21માં 2 લાખ 02 હજાર 591 મેટ્રિક ટન એમ છેલ્લાં બે વર્ષમાં કુલ 7 લાખ 3 હજાર 137 મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને તેમના ઉત્પાદનના પુરતા ભાવ આપ્યા છે. ગૃહમાં રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી બાદ તરત જ તેમની રકમ પણ ચુકવી દેવામાં આવે છે.

rps baby world

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ટેકાના ભાવ મણ દીઠ 1 હજાર 075 રૂપિયા હતા. આ વખતે ભાવ વધ્યો છે જેથી ખેડૂતોને મણ દીઠ 1 હજાર 110 રૂપિયા ટેકાનો ભાવ મળશે. સરકારે ગયા વખતે કુલ 1 હજાર 68 કરોડ રૂપિયાની મગફળી ખરીદી હતી. આ ઉપરાંત ગયા વર્ષે મગફળી વેચવા માટે કુલ 4.59 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વખતે પણ મોટી સંખ્યામાં ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવે તેવી શક્યતા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments