Homeગુર્જર નગરીસુરતની મહિલાના ફોટો પર અપશબ્દો લખીને વાયરલ કરનારું બીજું કોઈ નહીં પરંતુ...

સુરતની મહિલાના ફોટો પર અપશબ્દો લખીને વાયરલ કરનારું બીજું કોઈ નહીં પરંતુ આ વ્યક્તિ હતો !

Team Chabuk-Gujarat Desk: સુરતના અમરોલીમાં રહેતા રત્નકલાકારની પત્નીના ઈન્સ્ટાગ્રામ પર અપશબ્દ લખેલા ફોટા વાયરલ થવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ફોટો વાયરલ કરનાર બીજુ કોઈ નહીં પરંતુ પોતાનો જ ભાણિયો છે. રત્નકલાકારની પત્નીએ વોટ્સએપ પર સ્ટેટસ મુક્યાબાદ ગણતરીની સેકન્ડમાં તેના ફોટા ઈન્સ્ટાગ્રામ પર પણ જોવા મળ્યા હતા. અને આ ફોટા પર વિવાદીત લખાણ હતું. જેથી તેમણે અજાણ્યા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

rps baby world

મળતી માહિતી મુજબ મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ગારિયાધારના રહેવાસી અને હાલમાં સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા રત્નકલાકારની પત્ની તારીખ 11 ઓગસ્ટના રોજ ગુરૂ ભાઈ તથા તેના અન્ય મિત્રો સાથે સોમનાથ મહાદેવ ખાતે દર્શન કરવા માટે ગયા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ દરિયાકિનારે ફરવા ગયા હતા અને ગુરુભાઇ સહિત તમામ સાથે ફોટા પડાવ્યા હતા. જે ફોટા મહિલાએ પોતાના વોટ્સએપ સ્ટેટસમા અપલોડ કર્યા હતા.

ફોટા અપલોડ થતાની થોડી જ મિનિટમાં ફોટા પર અપશબ્દો લખાઈને અજાણ્યા એકાઉન્ટમાંથી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ થયા હતા. મહિલાના ધ્યાને આવતા તેઓ ચોંકી ગયા હતા ત્યારબાદ તેમણે અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પહેલાં મહિલાને એવું હતું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ સસ્તી પ્રસિદ્ધી મેળવવા માટે આવું કામ કર્યું હોઈ શકે છે. જોકે, તપાસમાં વિગતો કંઈક અલગ જ સામે આવી હતી.

rps baby world

આ મુદ્દે પોલીસ તપાસ કરતાં એક યુવકની સંડોવણી બહાર આવી હતી અને યુવકની અટકાયત કરી લીધી હતી. બીજી તરફ અટકાયત કરેલા શખ્સને જોતા મહિલા ચોંકી ગઈ હતી કારણે કે તે અન્ય કોઈ યુવક નહીં પરંતુ તેનો ભાણેજ જ હતો. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે થોડા દિવસ પહેલાં તેમનો પારિવારિક ઝઘડો થયો હતો જેથી મામીને બદનામ કરવા માટે ભાણેજે આ હરકત કરી હતી. હાલ પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments