Homeગુર્જર નગરીસુપરવાઈઝરે કહ્યું, ‘મારી સાથે શારીરિક સંબંધ બાંધ નહીં તો તારી અંગત તસવીરો...

સુપરવાઈઝરે કહ્યું, ‘મારી સાથે શારીરિક સંબંધ બાંધ નહીં તો તારી અંગત તસવીરો વાઈરલ કરી દઈશ.’

Team Chabuk-Gujarat Desk: હવે અપરાધનું મુખ્ય શસ્ત્ર બીજું કોઈ નહીં પણ ખિસ્સામાં રહેલો મોબાઈલ છે. આ ટચૂકડી એવી વસ્તુ માનવના ભેજામાં એવી ગંદકી ઠાલવી નાખે છે કે ન કરવા છતાં તે અપરાધ કરી બેસે છે. કોઈ વખત ઓડિયો વાઈરલ થવો, કોઈ વખત વીડિયો વાઈરલ થવો, કોઈ વખત સાઈબર ફ્રોડનું શિકાર બનવું, લોકોની ખાનગી વાતો ટ્રેસ કરી સાંભળવી તેમની પ્રાઈવસીમાં કૂદી પડવું, આ તમામ પ્રવૃત્તિઓ હવે આંગળીના ટેરવે જ થઈ જાય છે. આપણે સ્વપ્ને પણ વિચાર્યું હતું કે એક આંગળીથી આટલા મોટા ગુના થાય?

પંચમહાલ જિલ્લાના હાલોલની ફેક્ટરીમાં વર્કર તરીકે કામ કરતી પરિણીત મહિલા સાથે ત્યાંના સુપર વાઈઝરે જ શારીરિક છૂટછાટ લઈ અંગત ક્ષણની તસવીરો પાડી લીધી હતી. સુપરવાઈઝર પરિણીતાને બ્લેકમેલ કરતો હતો અને શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરતો હતો. જો પરિણીતા આવું ન કરે તો તેની અંગત તસવીરો વાઈરલ કરી દેવાની ધમકી આપતો હતો. આખરે પરિણીતાએ 181 અભયમની મદદ લીધી હતી. અભયમની ટીમે આવી સુપરવાઈઝરના મોબાઈલમાં રહેલી તસવીરો ડિલીટ કરાવી હતી અને પરિણીતાને

ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે એક પરિણીતા હાલોલની ફેક્ટરીમાં નોકરી કરતી હતી. અહીં સુપરવાઈઝરની નજર પરિણીતા પર પડી હતી. કામાંધ સુપરવાઈઝરે તેને ભોળવી અને વિશ્વાસમાં લીધી હતી. બાદમાં શારીરિક છૂટછાટ લઈ તેના અંગત ફોટા પાડી લીધા હતા. સુપરવાઈઝરનો સુપર પ્લાન હવે શરૂ થતો હતો. એ મહિલાને વારંવાર શારીરિક સંબંધ બાંધવાની ફરજ પાડતો હતો. જો પરિણીતા આવું ન કરે તો તેની અંગત તસવીરો જે સુપર વાઈઝરના મોબાઈલમાં હતી તેને વાઈરલ કરી દેવાની ધમકી ઉચ્ચારતો હતો. પરિણીતા માટે તો અહીં ખાઈ અને અહીં કૂવો જેવી બેધારી તલવારની સ્થિતિનું નિર્માણ થયું હતું.

આખરે પરિણીતાએ અભયમનની ટીમનો સંપર્ક સાધ્યો હતો. અભયમની ટીમે પોલીસની સાથે જઈ સુપરવાઈઝરના મોબાઈલમાં રહેલી તસવીરો ડિલીટ કરાવી પરિણીતાને રાહતનો શ્વાસ લેવડાવ્યો હતો. અભયમની ટીમે સુપરવાઈઝરને મહિલાની તસવીરો વાઈરલ કરવી એ ગુનો બનતો હોવાનું જણાવ્યું અને સુપરવાઈઝરે પોતાની ભૂલ સ્વીકારતા આગળથી હેરાનગતિ નહીં કરું તેવી ખાતરી અપાવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments