Homeગામનાં ચોરેકોરોનાની વિદાય! : આંકડાઓ તો કંઈક એવું જ કહી રહ્યા છે

કોરોનાની વિદાય! : આંકડાઓ તો કંઈક એવું જ કહી રહ્યા છે

Team Chabuk-National Desk: કોરોના મહામારીને લઈને મંગળવારે રાહતના સમાચાર સામે આવ્યા છે. આશરે 201 દિવસ બાદ દેશમાં પ્રથમ વખત કોરોનાના કેસની સંખ્યા વીસ હજારની નીચે પહોંચી ગઈ છે. સાથે જ કોરોનાથી થનારા મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,795 નવા કેસ સામે આવ્યા છે અને 179 લોકોના મોત થયા છે. આ સમયે 26,030 લોકો સ્વસ્થ પણ થયા છે. ભારતમાં હાલ કોરોનાના 2,92,206 એક્ટીવ દર્દીઓ છે. જે કુલ કેસના 0.87 ટકા છે. આ આંકડો પણ 192 દિવસ બાદ નીચલી સપાટી પર પહોંચ્યો છે.

સોમવારે 26,041 કેસ આવ્યા

સોમવારે છેલ્લા 24 કલાકમાં 26,041 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 276 સંક્રમિતો મોતને ભેટ્યા હતા. બીજી બાજુ 29,621 દર્દીઓ આ બીમારીને પરાજય આપી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. રવિવારના રોજ 24 કલાકમાં 28,326 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 260 લોકોના મોત થયા હતા. તેની સામે 26,032 સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા હતા.

કેરળને રાહત

કેરળને કોરોના સંક્રમણમાંથી રાહત મળી ગઈ છે. મંગળવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 11,699 કેસ નોંધાયા હતા. આ ખતરનાક બીમારીથી 58 લોકોના જીવ હોમાયા છે. કોરોના સંક્રમણમાં કેરળ સૌથી વધારે પ્રભાવિત રાજ્યમાંથી એક રહ્યું છે. દેશભરમાં નોંધાયેલા કુલ કેસના 60 ટકા તો માત્ર કેરળમાંથી જ સામે આવી રહ્યા છે.

કોરોનાઆંકડા
છેલ્લા 24 કલાકમાં આવેલા નવા કેસ18,795
છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો સ્વસ્થ થયા26,030
છેલ્લા 24 કલાકમાં કેટલી વ્યક્તિનાં મોત179
દેશમાં કુલ કેસ3,36,97,581
દેશમાં કુલ રિકવરી3,29,58,002
દેશમાં કુલ સક્રિય કેસ2,92,206
દેશમાં કુલ મૃત્યુ4,47,373

વેક્સિનેશનની પ્રક્રિયા 87 કરોડને પાર

ભારતમાં કોરોનાની વિરૂદ્ધ વેક્સિનેશન અભિયાન સતત ચાલી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધી દેશમાં કુલ વેક્સિનનો આંકડો 87,07,08,636 પાર થઈ ગયો છે. સામે 24 કલાકમાં વેક્સિનની 1,02,22,525 ડોઝ લગાવાવમાં આવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments