Team Chabuk-National Desk: આગ્રામાં શુક્રવારે સંજય પેલેસ અને તાજ મહેલ સહિત કેટલાય વિસ્તારમાં દિવાળી અને શિયાળાની મિશ્રિત ફટકારના પરિણામે લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફનો સામનો કરવો પડ્યો. હવામાં સૂક્ષ્મ કણોનું પ્રમાણ સામાન્યથી નવ ગણું થયું છે. જ્યારે ખતરનાક કાર્બન મોનોક્સાઈડ 37 ગણું વધારે થયું છે. શહેરના હ્રદય સમાન સંજય પેલેસમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખતરનાક રહી હતી. અહીં એર ક્વોલિટી ઈન્ડેક્સ 474 નોંધાયો હતો. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચિમાં એવરેજ એક્યૂઆઈ 405 રહ્યો. જે શહેરના પાંચે મોનિટરિંગ સ્ટેશનનું એવરેજ છે. જ્યારે શહેરમાં સૌથી વધારે પ્રદૂષિત હવા સંજય પેલેસની રહી. એ પછી તાજમહેલનો વારો આવ્યો. તાજમહેલ પર એક્યૂઆઈ 407 નોંધાઈ છે.

મનોહરપૂર સ્ટેશન પર એક્યૂઆઈ 405, આવાસ વિકાસ કોલોની સેક્ટર 3માં 384 અને શાસ્ત્રીપુરમાં 364 નોંધાયું એક્યૂઆઈ નોંધાયું છે. સંજય પેલેસમાં વાહનોની ભારે સંખ્યા અને ટ્રાફિક જામથી નીકળેલા કાળા ધુમાડાના કારણે સૂક્ષ્મ કણોની માત્રા 500 પાર કરી ગઈ છે. અહીં એવરેજ પીએમ 2.5ની માત્રા 456 નોંધાઈ છે. જે ખૂબ જ ગંભીર સ્થિતિ સામે રાખી રહી છે.

ભારે ધૂળના કારણે બોદલા શાસ્ત્રીપુરમ વિસ્તારમાં રસ્તાના કિનારે દુકાનદારોએ તેનાથી બચવા માટે પારદર્શિ પ્લાસ્ટિક સીટ લગાવી છે. દુકાનમાં ભારે ધૂળ આવવાથી કપડાં, કન્ફેક્શનરી, મિઠાઈ, ડેરી પ્રોડક્ટ સહિતનો અન્ય સામાન ખરાબ થઈ જાય છે. જેથી પારદર્શી પ્લાસ્ટિક શીટ આ ક્ષેત્રના દુકાનદારો દ્વારા લગાવાવમાં આવી છે.

આ રોડ પર જલનિગમે સીવર અને પાણીની પાઈપલાઈન માટે ત્રણ જગ્યાઓ પર ખોદકામ શરુ કર્યું છે. જેથી ભારે ધૂળ પ્લાસ્ટિક શીટ પર જમા થઈ રહી છે. ક્ષેત્રીય દુકાનદાર મહેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, દિવસમાં ત્રણ વખત સફાઈ કરવી પડે છે. ધૂળના કારણે પાંચ કલાકમાં શીટની આરપાર દેખાવાનું બંધ થઈ જાય છે.

બીજી બાજુ મંડલ વિકાસ કાર્યોની સમીક્ષા બેઠકમાં ધૂળનો મુદ્દો પ્રમુખ બનીને રહ્યો હતો. કમિશ્નર અમિત ગુપ્તાએ વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટે એડીએ ઉપાધ્યક્ષ અને નગર આયુક્તને એન્ટી સ્મોગ ગન ખરીદવાનો નિર્દેશ આપ્યો છે. ભારે પ્રદૂષણમાં એન્ટી સ્મોગ ગન ધૂળ અને ધૂમાડાને સાફ કરે છે. તેમણે મેટ્રોની માફક એડીએ અને નગર નિગમને પ્રદૂષણ નિયંત્રણનો ઉપાય કરવા માટે કહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત