Team Chabuk-Gujarat Desk: એસ.ટી બસસ્ટેન્ડે હવે તો ઓછું જોવા મળે છે પણ પહેલા લખવામાં આવતું. ખિસ્સા કાતરુંથી સાવધાન. ગુજરાતના પાટણમાં પણ એક ખિસ્સા કાતરું ઝડપાયો છે. અલબત્ત તે મહિલા છે. કરામત તો એવી કરી જાણે એક જ દિવસમાં લખપતિ બની જવું હોય. એસટી.બસની અંદર બેસેલી એક મહિલાના પર્સમાંથી 3.15 લાખના દાગીના કાઢી લીધા હતા અને રફુચક્કર થઈ ગઈ હતી. મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે આ ‘‘લેડી આર્યનને’’ સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડી હતી.
આ સમગ્ર ઘટના પાટણનાં ચાણસ્માથી વડાવલી જવાની બસમાં આકાર પામી હતી. અહીં પુજાબા નામની મહિલાના પર્સમાંથી અચાનક 3.15 લાખ રૂપિયાના દાગીના ગાયબ થઈ ગયા હતા. કોઈએ ચોરી એવી રીતે કરી હતી કે ડાબા હાથે કરે તો જમણા હાથને ખબર ન પડે. આ કસબ કહો કે કરામત કોણ કરી ગયું તેની શોધખોળ પૂજાબાએ પોતાના પરિવારની સાથે કરી હતી પણ ચોરી કરનારનો કોઈ અતોપતો લાગ્યો નહોતો. જાણે આકાશમાં ગાયબ થઈ ગયું હોય કે ધરતીમાં સમાઈ ગયું હોય.
મહિલા ડઘાઈ ગઈ હતી અને પોલીસ ફરિયાદ નોંધવી હતી. પોલીસે પણ આ લૂંટની ઘટનાને ગંભીરતાથી લેતાં બસ સ્ટેશનનાં સીસીટીવી કેમેરા તપાસ્યાં હતાં. અહીં તેમને એક મહિલા પર શંકા ગઈ હતી. પોલીસ સ્ટેશને બોલાવી તેની પૂછપરછ કરતાં તેણે ચોરીનો ગુનો કબૂલ્યો હતો અને દાગીના પણ કાઢીને આપી દીધાં હતાં. આ મહિલાનું નામ જશોદા છે. જેઓ કાતરા ગામના રહેવાસી છે.
જશોદાની ધરપકડ કર્યા બાદ પોલીસ તેને અગાઉ ક્યાંય હાથફેરો કર્યો છે કે નહીં તે અંગેની પૂછપરછ કરી હતી. પોલીસે સામાન્ય નાગરિકોને પણ ભીડવાળી જગ્યામાં ચેતીને ચાલાવનું કહ્યું છે. કારણ કે ખબર નહીં ક્યારે કોણ પોતાના હાથનો કસબ અજમાવી ખિસ્સા ખાલી કરીને ચાલ્યું જાય.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત