Homeગામનાં ચોરેવ્હીલચેર પર બેસતા સાધ્વી પ્રજ્ઞાજી બાસ્કેટબોલ કેમ રમવા લાગ્યા તેનો જવાબ તેમણે...

વ્હીલચેર પર બેસતા સાધ્વી પ્રજ્ઞાજી બાસ્કેટબોલ કેમ રમવા લાગ્યા તેનો જવાબ તેમણે ખૂદ આપી દીધો છે

Team Chabuk-National-Desk: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પ્રજ્ઞા ઠાકુર બાસ્કેટબોલ રમતી જોવા મળી રહી છે. કાયમ વ્હિલચેરાસનમાં રહેતા સાધ્વીજી અચાનકથી બાસ્કેટબોલ જેવી રમત કેવી રીતે રમવા લાગ્યા તેણે કૂતુહલ જગાવ્યું છે. વ્હિલચેર પર બિરાજમાન રહેતા સાધ્વીજી કોઈ મંઝાયેલા ખેલાડીની માફક બાસ્કેટલબોલ કોર્ટ પર શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.

સાધ્વીજી આ વિશે કહે છે કે, તેમણે ફિઝીકલ એજ્યુકેશનનો કોર્સ કર્યો છે. જેથી આવી રમતો રમી શકે છે. એ સમયે જ તેમણે કેટલીય રમતો શીખી હતી. ભોપાલથી તેમણે સર્ટિફિકેટ ઈન ફિઝિકલ એજ્યુકેશન એન્ડ બેચલર ઈન ફિઝિકલ એજ્યુકેશનનો કોર્સ કરેલો છે. 1993-1994માં બરકતઉલ્લા યુનિવર્સિટીના VNS કોલેજથી કોર્સ કર્યો અને એ દિવસથી જ તેઓ રમતમાં રૂચિ ધરાવતા હતા. તેમણે કહ્યું કે, તેઓ બાસ્કેટબોલ, બેડમિન્ટન, કબડ્ડી, ટેબલ ટેનિસ જેવી રમતો પર હાથ અજમાવતા હતા. આ સિવાય તેમણે ઉજ્જૈનનાં લોકમાન્ય તિલક સ્કૂલમાં ટીચર બનીને નોકરી પણ કરી હતી.

સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે, તે હવે આ રમતો રમી નથી શકતી પણ વૃક્ષારોપણ માટે ગયેલી ત્યારે બાસ્કેટબોલ કોર્ટ જોતાં ફરી જૂના દિવસોની યાદ આવી ગઈ હતી અને રમવા લાગ્યા હતા. હંમેશાં વ્હિલચેર પર રહે છે અને તો પણ બાસ્કેટબોલ કેમ રમ્યું તેનો જવાબ આપતા સાધ્વીજીએ કહ્યું હતું કે, મને કરોડરજ્જુની તકલીફ છે. જેનો ઈલાજ પણ ચાલી રહ્યો છે. જ્યાં સમતલ જગ્યા હોય ત્યાં પરેશાની નથી થતી પણ સીડી ચડવાની આવે ત્યારે પરેશાની થાય છે.

તેમણે જણાવ્યું કે આ સમસ્યા તેમને 2008ની સાલથી છે. હાલ સર્વાઈકલ અને લંબરનો ઈલાજ ચાલી રહ્યો છે. જેથી હું સાવધાનીપૂર્વક મારું કામ કરી રહી છું. જણાવી દઈએ કે સાધ્વી પ્રજ્ઞાનો આ વીડિયો વાઈરલ થયા બાદ તેમના વ્હિલચેર પર બેસવાને લઈને ઘણા શંકા સેવી રહ્યા હતા. આખરે તેમણે જ મીડિયા સમક્ષ આવી આ સમગ્ર વાતનો ખુલાસો કરવો પડ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments