Homeગુર્જર નગરીગુજરાતની આ જગ્યાએ પડેલા વરસાદનું કુદરતી દૃશ્ય તો મંદિરમાંથી જાણે દૂધની ધાર...

ગુજરાતની આ જગ્યાએ પડેલા વરસાદનું કુદરતી દૃશ્ય તો મંદિરમાંથી જાણે દૂધની ધાર વહી આવતી હોય એવું છે

Team Chabuk-Gujarat Desk: ગઈકાલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે ચાર વાગ્યે શરૂ થયેલા વરસાદે એવી આશ બાંધી હતી કે હવે માજા મૂકીને વરસશે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં 6 ઈંચ અને હાલોલ પંથકમાં ત્રણ ઈંચ વરસાદ પડવાના કારણે પ્રકૃતિનું સુંદર અને રૌદ્ર આમ બંને રૂપના દર્શન થઈ ગયા છે. અહીં આવેલા જીમીરા અને કેરેવાન રિસોર્ટ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હાલોલમાં પડેલા ભારે વરસાદના કારણે પાવાગઢના પગથિયાં પરથી ધસમસતુ પાણી જઈ રહ્યું હતું. જાણે દૂધની ધાર વહી રહી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.

rps-baby-world

પંચમહાલ જિલ્લાના હાલોલમાં પડેલા અનરાધાર વરસાદના પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી. આ કારણે પાવાગઢમાં અદભુત દૃશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના પગલે શિવરાજપુર નજીકના ભાટ ગામ પાસે આવેલા કેરવાન રિસોર્ટમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જીમીરા રિસોર્ટ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. અહીંની પ્રોટેક્શન માટેની દિવાલો અને ઓરડાઓને પણ નુકસાન પહોંચ્યું હતું.

સિઝનનો સારામાં સારો વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ ભરાયેલા પાણીથી વાહન ચાલકોને અગવડતાનો સામનો કરવો પડ્યો હતો. તો વરસાદની ચાતક નજરે રાહ જોનારાઓ તો તેનો લ્હાવો માણવા માટે નીકળી પડ્યા હતા. પંચમહાલના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાયું હતું. જેથી સ્થાનિકો માટે પણ સમસ્યા ઠેરની ઠેર રહી હતી.

બીજી બાજુ સાક્ષર નગરી વડોદરાની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીની સપાટી 9 ફૂટ સુધી પહોંચી ગઈ છે. આવનારા સમયમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે આ સપાટી વધવાની શક્યતા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments