Team Chabuk-National Desk: જેણે પણ આ દૃશ્ય પોતાની નજર સમક્ષ જોયું હશે તેના મગજમાંથી કદાચિત હવે જીવનભર હટવાનું નામ નહીં લે. ઘટના છે કર્ણાટકની રાજધાની બેંગ્લોરની. અહીં એક એપાર્ટમેન્ટની ગેસ પાઈપલાઈનમાં લીકેજ થયા બાદ આગની ભયજનક ઘટના સામે આવી હતી. મંગળવારની બપોરે સર્જાયેલી આ દુર્ઘટનામાં એક વૃદ્ધા સહિત બે લોકોનાં મોત થયા છે. કેટલાક લોકોએ આગે પકડેલા રૌદ્ર સ્વરૂપનો વીડિયો પણ બનાવ્યો છે. આ વીડિયો જોતા જ કંપારી છૂટી જાય છે.
90 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે બિલ્ડીંગના એક ભાગના બે ફ્લેટ આગની ઝપેટમાં આવી ગયા છે. એક વૃદ્ધા પોતાના ફ્લેટમાં આગથી ઘેરાયેલી છે. એ રડતા રડતા પોતાનો જીવ બચાવવા માટે વલખા મારે છે. લોકોને પણ એ વૃદ્ધાનો જીવ બચી જાય તેવી ઈચ્છા હતી પણ આગ એટલી ભયંકર હતી કે કોઈ અંદર નહોતું જઈ શકતું. બાલ્કની પણ ગ્રીલથી પેક હોવાના કારણે મહિલા વધારે ફસાઈ હતી. મહિલાનું આ કારણે બહાર નીકળવું વધારે મુશ્કેલ બની ગયું. આખરે ચાર વાગ્યે મહિલા સળગીને મોતને ભેટી ગઈ.
જ્યાં આ દાવાનળ ફાટી નીકળ્યો તે એપાર્ટમેન્ટનું નામ અશ્રિથ એસ્પાયર છે. આ એપાર્ટમેન્ટ દેશની પ્રતિષ્ઠિત વ્યાપારની કેળવણી આપતી સંસ્થા આઈઆઈએમ બેંગ્લોરની પાસે બન્નેઘટ્ટા રોડ પર આવેલ છે. ઘટના અંગે જાણ મળતા ફાયર બ્રિગેડનો કાફલો પહોંચી ગયો હતો. ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર 4-41ની આસપાસ ફોન આવ્યો હતો.
પહેલા એક ટેન્કર મોકલવામાં આવ્યું હતું પણ આગે પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું હોય અન્ય બે ફાયર બ્રિગેડ મોકલવા પડ્યા હતા. એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી અન્ય લોકો તો નીકળી ચૂક્યા હતા, હવે અંદર માત્ર મહિલા અને બે ચાર બીજા લોકો હતા.
આગ એટલી ભયાનક હતી કે અંદર ફસાયેલા લોકોનો જીવ નહોતો બચાવી શકાયો. બીજી બાજુ ફાયર વિભાગનું કહેવું છે કે મહિલાનું મોત ઈજાના કારણે થયું છે. જ્યારે વીડિયોમાં તો સ્પષ્ટ દેખાય રહ્યું છે કે આગળની એક જોરદાર લપેટે વૃદ્ધાને પોતાની ચૂંગાલમાં જકડી લીધી અને મોતના મુખમાં ધકેલી દીધી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત