Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં પોલીસ કર્મચારીઓ દ્વારા ગ્રેડ પે આંદોલને હવે વેગ પકડ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગ્રેડ પેની માંગણીને લઈને પોલીસ કર્મચારીઓ દ્વારા હવે સોશિયલ મીડિયામાં આંદોલન ચલાવાઈ રહ્યું છે. પોલીસ કર્મચારીઓ સોશિયલ મીડિયા પર ગ્રેડ પેની માંગણી મામલાની પોસ્ટ મૂકીને સરકાર સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા મારફતે ચાલી રહેલા ગ્રેડ પે આંદોલન મામલે પોલીસની અભિવ્યક્તિ પર ઉપરી અધિકારીઓની તરાપના પણ આરોપ લાગી રહ્યા છે. આચારસંહિતાની અમલવારી કરવા અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કોમારે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર આચારસંહિતા ભંગ થતી ટીપ્પણી ન કરવા સૂચના આપવામાં આવી છે. પોલીસના પગાર અને ગ્રેડ પે બાબતે સોશિયલ મીડિયામાં મોટા પાયે આંદોલન ચાલી રહ્યું છે જેને અધિક પોલીસ મહાનિર્દેશક પોલીસકર્મીઓને પરિપત્ર જાહેર કરી આવું ન કરવા સૂચના આપી છે.

LRD,ASI, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મીઓએ પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં 25-10-2021એ પોલીસ મહા આંદોલનના સ્ટેટ્સ મુક્યા છે. જે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. આ સ્ટેસ્ટને પગલે આવતીકાલે 25 ઓક્ટોબરે આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે. તેમજ ગ્રેડ પે મામલે પોલીસ કર્મીઓ લડી લેવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે.
ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન
આ બાબતે ગૃહારાજ્ય મંત્રી હર્ષ સંઘવીને શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા એકતા પરેડ અને આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમમાં પૂછતાં તેઓએ નિવેદન આપ્યું કે આ અંગે ચોક્કસ વિચારણા કરવામાં આવશે અને માગણી યોગ્ય લાગશે તો જરૂરી બદલાવ પણ કરીશું, આ બાબતનું વિશ્લેષણ કરવામાં આવશે.
શું છે માંગ
ગુજરાતના વિવિધ કર્મચારી યુનિયનના દબાણથી કર્મચારીઓનો ગ્રેડ પે અને ભથ્થામાં સુધારા થઈ રહ્યા છે. રાજ્યના તમામ કર્મચારીઓના મળવા પાત્ર લાભ અંગે બંધારણીય સમાનતા જળવાઈ રહે તે માટે પોલીસ કર્મચારીઓના જાહેર હિતમાં રજૂઆત કરી કર્મચારીઓને વિવિધ સેવાઓ આપવામાં માંગણી કરવામાં આવી છે.
રાજ્યના ASI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલના ગ્રેડ પે ખૂબ ઓછા છે. જેના બદલે 4200, 3600, 2800 ગ્રેડ પે કરવા તેમજ ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓને મળતા વર્ષો જુના ભથ્થામાં તાત્કાલિક વધારો કરવા માગણી કરવામાં આવી છે. આ પોલીસ કર્મીઓ દ્વારા ગ્રેડ પે વધારોની માંગણીની સાથે સાથે યુનિયન બનાવવાની પણ માંગણી કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત