Homeગુર્જર નગરીઓવરસ્પીડ, સ્ટંટ કરનારાઓનું આવી બનશે, એક મહિનો ચાલશે મેગા ડ્રાઈવ, DGPએ આપ્યા...

ઓવરસ્પીડ, સ્ટંટ કરનારાઓનું આવી બનશે, એક મહિનો ચાલશે મેગા ડ્રાઈવ, DGPએ આપ્યા આદેશ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતભરમાં એક મહિનો સુધી પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ ચલાવવામાં આવશે. આ ડ્રાઈવ દરમિયાન ઓવર સ્પીડ, સ્ટંટબાજો સહિત ટ્રાફિકના નિયમોને તોડનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્ય પોલીસ વડાએ તમામ કમિશનર અને એસપીને આદેશ આપ્યા છે. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં એક મહિના સુધી સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવવામાં આવશે. ગુજરાત પોલીસની આ મેગા ડ્રાઈવમાં ઓવર સ્પીડ, સ્ટંટ કરતા નબીરાઓ અને ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

overspeed vehicle

રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ એક મહિના સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ટ્રાફિકના નિયમોને લઈને પોલીસ સ્પેશ્યલ ડ્રાઈવ યોજશે. આ ડ્રાઈવમાં ઓવર સ્પીડ, સ્ટંટબાજોને પકડવા, લાયસન્સ, હેલમેટ, સિગ્નલ તોડવા અને રોંગ સાઈડ વાહન ચલાવવા સહિતના ટ્રાફિકના નિયમોને લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments