Team Chabuk-Gujarat Desk: પોરબંદર જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસીકરણ ખાસ વેકસીનેશન કેમ્પ અંતર્ગત જિલ્લાનાં જુદા-જુદા ૨૨ કેન્દ્રો ખાતે વ્યાપાર, ધંધા, વ્યવસાય કે અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા ૪ હજારથી વધુ નાગરિકોએ કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વેકશીનેશન યજ્ઞ આગળ વધી રહ્યું છે. દરેક નાગરિક રસી મુકાવે તે માટે સરકાર દ્વારા છેક છેવાડાના વિસ્તાર સુધી ખાસ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે.
પોરબંદર કલેકટર અશોક શર્માનાં માર્ગદર્શન હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી સંકલનમાં જિલ્લામાં વધુને વધુ નાગરિકો કોરોના પ્રતિરોધક રસી મુકાવે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગના કર્મીઓ રજા મુક્યા વગર સતત સેવયજ્ઞ કરી જુદા-જુદા સ્થળોએ ખાસ કેમ્પ યોજી રહ્યા છે.
તા.૨૫ જુલાઇના રોજ રવિવારે સવારથી સાંજ સુધી માધવપુર, બગવદર, આદિત્યાણા, કંડોરણા, અડવાણા, વિસાવાડા સહિત ગ્રામીણ વિસ્તારોના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા પોરબંદર, કુતિયાણા, રાણાવાવ છાંયાના જુદા-જુદા શહેરી આરોગ્ય કેન્દ્રો એમ કુલ ૨૨ કેન્દ્રો ખાતે ખાસ રસીકરણ કેમ્પ યોજાયો હતો.
જેમાં જુદા-જુદા વ્યવસાય સાથે સંકળાયેલા નાના-મોટા વેપારીઓ, ધંધાર્થીઓ મોટા ભાગે રવિવારે પોતાનો ધંધો બંધ રાખતા હોય તેથી અધિકારીઓ દ્રારા ખાસ વેકસીનેશન કેમ્પ યોજીને જિલ્લામાં કુલ ૪૩૦૨ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત