Homeગુર્જર નગરીહરખપદુડો પ્રેમ: સુરતમાં યુવતીની ના છતાં યુવકે બે વખત સગાઈ તોડાવી, પિતાને...

હરખપદુડો પ્રેમ: સુરતમાં યુવતીની ના છતાં યુવકે બે વખત સગાઈ તોડાવી, પિતાને મારવાની ધમકી આપી

Team Chabuk-Gujarat Desk: સુરત શહેરમાં વધુ એક પ્રેમનો ‘શોખીન’ ઝળક્યો છે. આ શોખીન વિરુદ્ધ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ છે કે ઓનલાઇન ટ્રેડિંગનું કામ કરતા આ યુવાને ફેસબુક ફ્રેન્ડને પોતાના ઈશ્કમાં લપેટી લીધી હતી. બાદમાં આ યુવતીએ પારિવારિક સંમતિ દ્વારા યુવાન સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. જોકે પ્રેમઘેલા આ યુવાનને મંજૂર નહોતું. તેણે એક વખત નહીં પણ બે બે વખત આ યુવતીની સગાઈ તોડી મનને સંતોષ આપ્યો હતો. આ શોખીન યુવતીનો પીછો કરતો હતો અને તેના પિતાને પણ જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી.

સુરતમાં એક યુવતીને ફેસબુક ફ્રેન્ડના લવમાં પડવું ભારે પડી ગયું છે. સુરતમાં રહેતા આ યુવાનનું નામ સની છે. જે ટેક્ષટાઈલમાં ઓનલાઈન ટ્રેડીંગનો ધંધો કરે છે. આ યુવાન થોડા સમય પહેલા બીસીએમાં અભ્યાસ કરતી એકવીસ વર્ષીય યુવતીના સંપર્કમાં આવ્યો હતો. બંને પહેલા એક જ સોસાયટીમાં રહેતા હોય આછો પરિચય તો હતો જ. બંને વચ્ચે મિત્રતા કેળવાઈ. આ વાતની જાણકારી જ્યારે યુવતીના માતા-પિતાને થઈ તો તેમણે યુવક સાથેના સંબંધો તોડાવી નાખ્યા હતા.

સંબંધ તોડાવ્યા પછી યુવક ઘાંઘો થઈ ગયો હતો. યુવતીની જ્યાં સગાઈ નક્કી કરવામાં આવી ત્યાં તેના સસરા પાસે જઈ યુવતીને મારી સાથે સંબંધ હોવાનું ફિલ્મી સ્ટાઈલમાં કહી દીધું હતું. એટલું જ નહીં પ્રમાણ માટે બેઉંના ફોટોગ્રાફ પણ બતાવ્યા હતા. જેથી યુવતીની સગાઈ તૂટી ગઈ હતી. જૂન મહિનામાં બીજી વખત આ યુવતીની સગાઈ થઈ હતી, પણ હવે એક તરફી પ્રેમમાં પાગલ બનેલો સની કોઈ પણ કાળે યુવતી સાથે સંબંધ રાખવા માગતો હોય તે બીજી સગાઈમાં પણ ફણીધર નાગની જેમ વચ્ચે પડ્યો હતો અને તોડાવી નાખી હતી.

સની યુવતીનો પીછો કરતો. યુવતીની ના છતાં સની તેની સાથે સંબંધ રાખવા તલપાપડ હતો. તેણે તો યુવતીના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં લખવામાં આવ્યું છે. આખરે કંટાળ્યા બાદ યુવતીએ યુવક સની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments