Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં પ્રેમને લઈ ફરી એક યુવાને જીવતર ટૂંકાવ્યું છે. પ્રેમમાં નિષ્ફળ જવાના કારણે જીવાદોરી કાપી નાખ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. રાજકોટના રૈયા ગામમાં આવેલ ચિરાગભાઈના મકાનમાં ભાડે રહેતા આકાશ નામના 24 વર્ષીય યુવાને પંખે લટકી આપઘાત કરી લીધો હતો. યુવાનના આપઘાતની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
મૂળ આણંદનો વતની આકાશ ચારેક મહિનાથી રાજકોટના રૈયા ગામે માતા બહેનની સાથે રહી કડીયા કામ થકી ગુજરાન ચલાવતો હતો. માતા આણંદમાં કોઈ કામે ગઈ હતી, જ્યારે બહેન પણ ઘરમાં હાજર ન હોતી. માતાએ આકાશને ફોન જોડ્યો હતો પણ કોઈ ફોન ઉઠાવતું નહોતું. આકુળ વ્યાકુળ થયેલી માતાએ મકાન માલિકને ફોન કર્યો હતો. મકાન માલિકે તપાસ કરતા માહિતી આપી હતી કે આકાશે આપઘાત કરી લીધો છે.
જોકે આ પૂર્વે દરવાજો તોડી, યુવાન જીવિત હોય તેવી આશા સાથે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, જોકે યુવાન મૃત્યુ પામ્યાનું કહેતા વાતાવરણમાં તંગદીલી છવાઈ ગઈ હતી. બાદમાં પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આકાશ આણંદની કોઈ યુવતીને પ્રેમ કરતો હતો. જેમાં આ પગલું ભર્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત