વિશેષ અહેવાલ જીતેન્દ્ર નિમાવત: પોરબંદર સ્થિત મીલપરા વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર-૨માં વર્કર તરીકે ફરજ બજાવતા ૩૫ વર્ષીય આશાબહેન મેહુલભાઈ મારૂ તથા હેલ્પર જગતીયા ભાવનાબેન લોકોમા કોરોના સંદર્ભે જાગૃતતા આવે તે હેતુથી કિશોરીઓ, આંગણવાડીના બાળકો, ધાત્રીમાતાઓને કોરોના અંગે ઘરે ઘરે જઇ કોરોના સામે જાગૃતતા તથા સતર્કતા લાવવા કામગીરી કરી રહ્યા છે.
આશાબહેનની આ કામગીરીને ધ્યાનમા રાખીને કેન્દ્રીય જળ મંત્રાલય તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના રાજ્ય પ્રધાન રતનલાલ કટારીયા, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સેક્રેટરી રામમોહન મિશ્રા, તેમજ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખાબહેન શર્માના હસ્તે દિલ્હી ખાતે કોરોના વોરીયર્સ “રીયલ હીરો”નો સિલ્વર મેડલ તથા પ્રમાણપત્રથી સન્માનિત કરાયા હતા. આશાબહેન આંગણવાડી કેન્દ્ર વિસ્તારમાં માસ્ક, રસીકરણ, સામાજિક અંતર, સ્વચ્છતા સહીત કોરોના સંદર્ભે લોકોમાં માહિતીનો પ્રચાર-પ્રસાર કરીને ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે.
આ સંદર્ભે આશાબહેને કહ્યુ કે, પ્રોગ્રામ ઓફીસર અંજનાબેન જોશીના માર્ગદર્શન હેઠળ અમે કામગીરી કરીએ છીએ. કોરોના કાળમા બાળકોને ઓનલાઇન ભણાવવા, ઘરે ઘરે જઇને હું અને મારા હેલ્પર જગતીયા ભાવનાબેન કિશોરીઓ, બાળકોને પોષણના પેકેટ વિતરણ કરવા, લોકોને કોરોના મહામારીની ગંભીરતાની સમજ આપવી તથા રસીકરણનુ મહત્વ સમજાવીએ છીએ.
એમ.એ/એલ.એલ.બી સુધીનો અભ્યાસ કરનાર આશાબહેન આંગણવાડી કેન્દ્રમાં બાળકોને પોષણ, સરકારના બેટી બચાવો બેટી પઢાવો સુત્રને ધ્યાનમાં રાખીને કિશોરીઓ, ધાત્રી માતાઓ તેમજ સગર્ભા બેહનોને સ્વાસ્થ્ય/પોષણ વિષયે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાની મહત્વની કામગીરી કરી રહ્યા છે.
પોરબંદરના મીલપરા વિસ્તારમા આવેલ આંગણવાડી કેન્દ્રના વર્કર આશાબહેન અન્ય મહિલાઓ તથા જીલ્લાના અન્ય આંગણવાડીના બહેનો માટે આદર્શરૂપ બન્યા છે. હાલ કોરોનાની મહામારી અંગે લોકોમાં જાગૃતતા આવે અને તેમાંથી બચવાના ઉપાયોની માહિતીના પ્રચાર-પ્રસારની સાથે આંગણવાડીની સંપૂર્ણ કામગીરી તેમજ પોતાના વિસ્તારની મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે પણ સતત પ્રયત્નશીલ રહે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત