Team Chabuk-Gujarat Desk: પોરબંદરના સમુદ્ર કિનારાથી 120 નોટિકલ માઈલ દૂર સમુદ્રમાંથી 250 કરોડના હેરોઈન સાથે ઝડપાયેલા 7 ઈરાનીઓને તેમની બોટ સાથે પોરબંદર લાવવામાં આવ્યા હતા. પોરબંદર લવાયા બાદ કોસ્ટગાર્ડની જેટી પર તમામ સુરક્ષા એજન્સી દ્વારા આ તમામનું જોઈન્ટ ઇન્ટરોગેશન કરી તમામને ATSને સોંપી દેવામાં આવ્યા હતા.
પોરબંદરના દરિયાથી 120 નોટિકલ માઈલ દૂર સમુદ્રમાં એ ટી એસ અને કોસ્ટગાર્ડેની “શૂર” અને “રાજરત્ન” નામની પેટ્રોલિંગ બોટે ઈરાનની “ઝુમાહુસેન” નામની બોટને રૂ 250 કરોડની કિંમતના 50 કિલો હેરોઇન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા. સમુદ્રમાં તેની પ્રાથમિક તપાસ કરી લીધા બાદ આ તમામને તેની બોટ સાથે બોપોરે પોરબંદરની કોસ્ટગાર્ડની જેટી પર લાવવામાં આવ્યા હતા.
અહીં આ તમામ ઈરાની શખ્સોનું સુરક્ષા એજન્સી દ્વારા જોઈન્ટ ઈન્ટ્રોગેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને બાદમાં કોસ્ટગાર્ડ દ્વારા આ બોટ અને ઈરાની ખલાસીઓનો કબજો ગુજરાત ATSને સોંપી દેવાયો હતો. ATS દ્વારા તેમની પાસેથી જંગી માત્રામાં મળી આવેલા હેરોઇન ડ્રગ્સ તથા અન્ય દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા. ATSની તપાસમાં વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે.
ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલે મોડી રાત્રે 7 ઈરાની માછીમારો હેરોઈનના જથ્થા સાથે પકડાયા છે. ઉલ્લેખનીય છે કે, હજુ પાંચ દિવસ પહેલા જ મુન્દ્રા પોર્ટ પર ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સની ટીમ દ્વારા ઈરાનથી આવેલો 2800 કિલો હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની બજાર કિંમત 8500 કરોડ હોવાનું કહેવાય છે.હેરોઈન અફઘાનિસ્તાનનું હોવાનું અને કંદહારની હસન હુસેન લિમિટેડ નામની એક્સપોર્ટર પેઢીએ માલ લોડ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ હેરોઈન ક્યાં લઈ જવામાં આવતું હતું તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતની દરિયાઈ સરહદો ડ્રગ્સ ઘૂસાડવા માટેની સુરક્ષિત જગ્યા બની ગઈ હોય તેમ કચ્છના દરિયાઈ કાંઠે ડ્રગ્સ ઘૂસાડવાના કિસ્સા વધી રહ્યાં છે. પહેલા પાકિસ્તાન બાદ હવે ગલ્ફના દેશો ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પોરબંદર પાસેના દરિયામાંથી અનેક વખત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. પોરબંદરનો દરિયા કિનારો તાજેતરમાં ડ્રગ્સની હેરાફેરીમાં અનેક વખત બદનામ થઇ ચુક્યો છે. અગાઉ પણ અનેક વખત કરોડો રૂપિયાનું ડ્રગ્સ આ દરિયામાંથી પકડાયેલું છે, જેથી સુરક્ષાએ એજન્સીઓ આ સમુદ્રકિનારા પર બાજ નજર રાખી રહી છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ