Homeદે ઘુમા કેકૃણાલ કોરોના સંક્રમિત થતા આજની ટી ટ્વેન્ટી રદ

કૃણાલ કોરોના સંક્રમિત થતા આજની ટી ટ્વેન્ટી રદ

Team Chabuk-Sports Desk: શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત થતા આજની ટી ટ્વેન્ટી મેચ રદ કરી દેવામાં આવી છે અને બંને ટીમને આઈસોલેટ કરી દેવામાં આવી છે. કૃણાલના કારણે સંપર્કમાં આવેલા અન્ય આઠ ખેલાડીઓ પણ ક્વોરન્ટાઈન થઈ ગયા છે.

બીસીસીઆઈ તરફથી આ અધિકારીક નિવેદન આપવામાં આવ્યું હતું. રેપિડ એન્ટીજન ટેસ્ટમાં કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત હોવાની પુષ્ટી મળી હતી. તેમની સાથે રહેલા અન્ય આઠ ખેલાડીઓનો રિપોર્ટ પણ નેગેટિવ ન આવે ત્યાં સુધી ક્વોરન્ટાઈન માટે મોકલી આપવામાં આવ્યા છે.

સંક્રમણને ફેલાતા રોકવા માટે અને સુરક્ષાની દૃષ્ટીએ બીજી ટી ટ્વેન્ટીને પણ એક દિવસ એટલે કે 28 જુલાઈના બુધવારના રોજ શીફ્ટ કરી દેવામાં આવી છે. જો બધું યોગ્ય રહ્યું અને કોઈ અડચણ ન આવી તો બીજી ટી ટ્વેન્ટી બુધવારના રોજ અને ત્રીજી ટી ટ્વેન્ટી ગુરૂવારના રોજ રમાશે.

મેચ એક દિવસ સ્થગિત થવાના કારણે પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવનું પણ ત્રીજી ટી ટ્વેન્ટીમાં રમવું મુશ્કેલ થઈ ગયું છે, કારણ કે આ બંને ખેલાડીઓની ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પણ પસંદગી કરવામાં આવી છે. ભારતને ઈંગ્લેન્ડની વિરૂદ્ધ ચાર ઓગસ્ટથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. જોકે તે પહેલા શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને આવેશ ખાન ઈજાગ્રસ્ત થતા બહાર થઈ ગયા છે. જેથી તેમની જગ્યાએ બીસીસીઆઈએ પૃથ્વી અને સૂર્યકુમારની પસંદગી કરી છે.

ભારતના શ્રીલંકા પ્રવાસની જો વાત કરવામાં આવે તો. શ્રીલંકામાં ભારત વનડે સિરીઝ 2-1થી જીત્યા બાદ ટી ટ્વેન્ટીના પ્રથમ મેચમાં પણ વિજયી શરૂઆત કરી હતી. જેથી ભારતીય ટીમ 1-0થી આગળ ચાલી રહી છે.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments