Team Chabuk-Gujarat Desk : ગુજરાતમાં રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશમાં ગુજરાત રસીકરણની રેસમાં 7માં નંબરે પહોંચી ગયું છે. ગુજરાતમાં 31 જાન્યુઆરી સુધીમાં કુલ 2,56,097 લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. હજુ આ અભિયાન અવિરત છે. રાજ્યમાં કુલ નોંધાયેલા હેલ્થવર્કરની સંખ્યા 5 લાખ 16 હજાર 425 છે. એટલે કે 31 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં કુલ 49.60 રસીકરણ થયું છે. ગુજરાત હેલ્થવર્કરની સંખ્યાની દ્રષ્ટીએ 7 રાજ્યોમાં ત્રીજા સ્થાને છે.
વેક્સિનેશનમાં પહેલાં નંબરે મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશ રસીકરણની રેસમાં અવ્વલ છે. અહીં 31 જાન્યુઆરી સુધીમાં 69.40 ટકા વેક્સિનેશન થઈ ગયું છે. મધ્યપ્રદેશમાં કુલ 4 લાખ 29 હજાર 981 હેલ્થવર્કરની નોંધણી થઈ છે જેમાંથી 31 જાન્યુઆરી સુધીમાં 2 લાખ 98 હજાર 376 હેલ્થવર્કરને રસી આપી દેવામાં આવી છે.
બીજા નંબરે તેલંગણા
આ રેસમાં બીજા નંબરે તેલંગણાનું નામ છે. અહીં 31 જાન્યુઆરી સુધીમાં કુલ 68.70 ટકા રસીકરણ થયું છે. તેલંગણામાં 2 લાખ 45 હજાર 775 હેલ્થવર્કર નોંધાયા છે જેમાંથી 1 લાખ 68 હજાર 771 હેલ્થવર્કરને રસી આપી દેવાઈ છે.
ત્રીજા નંબરે રાજસ્થાન
રાજસ્થાન હેલ્થવર્કરની નોંધણીમાં 7 રાજ્યોમાં બીજા સ્થાને છે. અહીં 5 લાખ 24 હજાર 218 હેલ્થવર્કર નોંધાયા છે જેમાંથી 3 લાખ 33 હજાર 930 હેલ્થવર્કરને રસી આપી દેવામાં આવી છે. જે હેલ્થવર્કરની કુલ સંખ્યાના 60.70 ટકા છે.
ચોથા નંબરે ઓરિસ્સા
અહીં કુલ 3 લાખ 59 હજાર 653 હેલ્થવર્કરની નોંધણી થઈ છે. જેમાંથી કુલ 2 લાખ 7 હજાર 462 હેલ્થવર્કરને રસી આપી દેવાઈ છે.
પાંચમાં નંબરે હરિયાણા
હરિયાણામાં 1 લાખ 26 હજાર 759 સ્વાસ્થ્યકર્મીઓનું રસીકરણ થયું છે. અહીં કુલ 2 લાખ 24 હજાર 376 હેલ્થવર્કરની નોંધણી થઈ છે. ટકાવારીની દ્રષ્ટીએ 31 જાન્યુઆરી સુધીમાં 56.50 ટકા રસીકરણ થયું છે.
છઠ્ઠા નંબરે ઉત્તરપ્રદેશ
ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ હેલ્થવર્કરની નોંધણી થઈ છે. અહીં કુલ 9 લાખ 6 હજાર 752 હેલ્થવર્કરની નોંધણી થઈ છે જેમાંથી 31 જાન્યુઆરી સુધીમાં કુલ 4 લાખ 63 હજાર 793 આરોગ્ય કર્મચારીઓને રસી આપી દેવામાં આવી છે. જે આંકડો અન્ય રાજ્યો કરતા સૌથી વધુ છે. ટકાવારીની દ્રષ્ટીએ અહીં 51.10 ટકા હેલ્થવર્કરને રસી અપાઈ છે.
ટોપ 7 રાજ્યમાં આટલું રસીકરણ થયું
| રાજ્ય | રસીકરણ | કુલ હેલ્થવર્કર | કુલ રસીકરણ ટકામાં |
| મધ્યપ્રદેશ | 2,98,376 | 4,29,981 | 69.40% |
| તેલંગાણા | 1,68,771 | 2,45,775 | 68.70% |
| રાજસ્થાન | 3,33,930 | 5,24,218 | 63.70% |
| ઓરિસ્સા | 2,07,462 | 3,59,653 | 57.70% |
| હરિયાણા | 1,26,759 | 2,24,376 | 56.50% |
| ઉત્તરપ્રદેશ | 4,63,793 | 9,06,752 | 51.10% |
| ગુજરાત | 2,56,097 | 5,16,425 | 49.60% |
ફેબ્રુઆરીના અંત સુધીનું લક્ષ્ય
દેશમાં રસીકરણ અભિયાનની શરૂઆતથી જ તમામ રાજ્યોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં દેશમાં કુલ 3 કરોડ લોકોને રસી આપવાનું લક્ષ્યાંક છે.
..તો ગુજરાતમાં કોરોનાનો શ્વાસ રૂંધાઈ જશે !
ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનો પ્રભાવ સતત ને સતત ઘટી રહ્યો છે. રાજ્યમાં મંગળવારે એક દિવસમાં ફરી 300 કરતા ઓછા કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક દિવસમાં કુલ 285 નવા કેસ નોંધાયા હતા. જ્યારે એક દિવસમાં ગુજરાતમાં 422 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. બીજી તરફ રાજ્યમાં એક દિવસમાં 1 દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું હતું. રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે તેની સામે મૃત્યુદર પણ ઘટી રહ્યો છે જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ ગુજરાતમાં કુલ 3 હજાર 203 એક્ટીવ કેસ છે. રાજ્યમાં 10 જિલ્લામાં એક દિવસમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જો કોરોનાના કેસમાં આવી જ રીતે ઘટાડો નોંધાતો રહેશે તો હવે ગુજરાત આગામી સમયમાં કોરોના મુક્ત રાજ્ય જાહેર થઈ શકે છે.
- ગુજરાતમાં કુલ કેસ 2 લાખ 62 હજાર 123
- ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4 હજાર 389
- ગુજરાતમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 2 લાખ 54 હજાર 531
- ગુજરાતમાં એક્ટીવ કેસ કુલ 3 હજાર 203 એક્ટીવ કેસ
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત