Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં બે-ત્રણ દિવસથી જાણે ચોમાસુ ગાયબ થઈ ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. એક પણ વિસ્તારમાંથી વરસાદ અંગેના સમાચાર નથી આવ્યા. જેના કારણે વરસાદની રાહ જોઈને બેઠેલા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ખેડૂતોમાં વરસાદ ખેંચાતા નિરાશા વ્યાપી ગઈ છે. ત્યારે વરસાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ ગાયબ થઈ ગયું છે. વાદળછાયું વાતાવરણ પણ નથી બની રહ્યું અને વરસાદ પણ નથી આવી રહ્યો. ઉલ્ટાનું વાતાવરણમાં ઉકળાટ અને ગરમીનું પ્રમાણ વધ્યું છે. આ તમામની વચ્ચે જો તમે વરસાદની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે એક ખૂબ નિરાશાજનક સમાચાર આવ્યા છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, હાલ ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા વર્તાઈ રહી નથી.
વરસાદને લઈને માઠા સમાચાર એ છે કે રાજ્મયાં હજું એક અઠવાડિયું વરસાદ આવવાના કોઈ એંધાણ વર્તાઈ રહ્યા નથી. હવામાન ખાતા પાસેથી મળેલી માહિતી પ્રમાણે, હાલ વરસાદ આવે એવી એકપણ સિસ્ટમ ઉદભવી નથી. માત્ર દક્ષિણ ગુજરાતમાં અતિ સામાન્ય છૂટો-છવાયો વરસાદ પડવાની સંભાવના છે. બાકી ક્યાંય વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી નથી. વર્તમાન સિઝનમાં જરૂરિયાત પ્રમાણેનો વરસાદ થયો છે.
વરસાદ અંગે હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે, મધ્ય જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદની અસર જોવા મળશે. આમ વરસાદ ખેંચાતા ખાસ કરીને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જૂનમાં ચોમાસાની શરૂઆતથી મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ વાવણી કરવાનું શરૂ કરી દીધું છે. અનેક વિસ્તારોમાં જગતના તાતે બીજા વરસાદની આશાએ વાવેતર કરી દીધું છે. ત્યારે હવે વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. ઉપરથી હવામાન વિભાગ દ્વારા વરસાદના કોઈ એંધાણ ન હોવાનું જણાવાતા ખેડ઼ૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત