Team Chabuk-National Desk: મુંબઈ પોલીસે 15 સપ્ટેમ્બરના રોજ રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી કેસમાં ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. 1400થી 1500 પાનાની ચાર્જશીટમાં શિલ્પા શેટ્ટી અને શર્લિન ચોપરા સહિત કુલ 42 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. આ ચાર્જશીટમાં શર્લિનનું નિવેદન મહત્વનું માનવામાં આવે છે. મુંબઈ પોલીસ દ્વારા ફાઈલ કરવામાં આવેલી ચાર્જશીટ પ્રમાણે શર્લિને કહ્યું હતું કે, તેણે ધ શર્લિન ચોપરા નામની એપ્લિકેશન બનાવવા માટે આર્મ્સપ્રાઈમ મીડિયા લિમિટેડ નામની કંપનીની સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. ત્યારે સૌરભ કુશવાહ અને રાજ કુન્દ્રા આર્મ્સ પ્રાઈમના ડાયરેક્ટર હતા. એપ્લિકેશન બન્યા બાદ શર્લિનના વીડિયો અને તસીવીરો તેમાં અપલોડ કરવામાં આવી હતી.
આર્મ્સ પ્રાઈમની સાથે થયેલા કરાર મુજબ એ એપ્લિકેશન થકી થનારી આવકમાંથી 50 ટકા ભાગ શર્લિન ચોપરાને મળવાનો હતો. જોકે તેને પચાસ ટકા રકમ કોઈ દિવસ મળી નહોતી. એ પછી રાજ કુન્દ્રાએ શર્લિન ચોપરાને હોટશોટ એપ્લિકેશન માટે કામ કરવા ખાતર અપ્રોચ કર્યો હતો. રાજે શર્લિનને અપ્રોચ કરતા કહ્યું હતું કે, હોટ શોટ એપ્લિકેશનનું કન્ટેન્ટ હોટ અને બોલ્ડ હશે. જેથી શર્લિનને મુક્ત થઈ કામ કરવું પડશે. પણ શર્લિન અને રાજ કુન્દ્રાની વચ્ચે ક્રિએટીવીટી અને રેવન્યૂને લઈ ઝઘડો ચાલી રહ્યો હતો. જેથી શર્લિને આ એપ્લિકેશનમાં કામ કરવાનો નનૈયો ભણી દીધો.
આ અંગે શર્લિને જણાવ્યું હતું કે, ‘હોટશોટ એપ્લિકેશન રાજ કુન્દ્રાની હતી. મેં ના પાડી હોવા છતાં રાજ કુન્દ્રા અને તેની કંપનીની ક્રિએટીવ ડાયરેક્ટર મીતા ઝુનઝુનવાલા મને વારંવાર અપ્રોચ કરતા રહ્યા. અને તેઓ મને સતત તેમની એપ્લિકેશન માટે કામ કરવાનું કહેતા રહ્યા.’
રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શર્લિન ચોપરાએ તેના પર સેક્શુઅલ મિસ-કન્ડક્ટના પણ આરોપ લગાવ્યા હતા. શર્લિને જણાવ્યું હતું કે, 2019માં તેમના બિઝનેસ મેનેજરને રાજ કુન્દ્રાનો ફોન આવ્યો હતો. એ કોઈ પ્રપોઝલ અંગે ચર્ચા કરવા માગતા હતા. 27 માર્ચ 2019ના રોજ આ સંલગ્ન એક મીટિંગ થઈ હતી. આ મીટીંગ બાદ રાજ અને શર્લિન વચ્ચે ટેક્સ્ટ મેસેજમાં પણ ચર્ચા થઈ હતી. જે પછી રાજ તેને જણાવ્યા વગર તેના ઘરે આવી ગયો હતો. શર્લિને તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, તે પરિણીત પુરુષ સાથે ઈન્વોલ્વ થવા નથી માગતી. ન તો બિઝનેસ કે વ્યક્તિગત સંબંધને મિક્સ કરવા માગે છે. શર્લિનના આ જવાબ પછી રાજે તેને કહ્યું હતું કે, તેના અને શિલ્પાના સંબંધો કોમ્પલિકેટેડ છે. જેથી તે ઘરમાં ખૂબ જ પરેશાન રહે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત