Homeગુર્જર નગરીગોધરા હત્યાકાંડના 20 વર્ષ પૂર્ણ થતાં વિશ્વ હિન્દુ પરિષદે ગોધરા રેલવે યાર્ડ...

ગોધરા હત્યાકાંડના 20 વર્ષ પૂર્ણ થતાં વિશ્વ હિન્દુ પરિષદે ગોધરા રેલવે યાર્ડ ખાતે મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરી

Team Chabuk-Gujarat Desk: 27મી ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચમાં આગ લગાવી દેવાતા અયોધ્યાથી પરત આવી રહેલા 58 જેટલા કાર સેવકોના મોત થયા હતા. ત્યારે આજ રોજ આ દર્દનાક ઘટનાના 20 વર્ષ પૂર્ણ થયા છે. સાબરમતી ટ્રેન હત્યાકાંડની ૨૦મી વરસીએ વિશ્વ હિન્દુ પરિષદે કારસેવકોને શ્રદ્ધાંજલિ આપી હતી. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ગોધરા રેલવે યાર્ડમાં રાખેલા સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચ પર પહોંચ્યા હતા અને મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરી રામધૂન બોલાવી હતી.

પંચમહાલ જિલ્લાના ગોધરામાં ૨૦ વર્ષ પૂર્વે ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ અયોધ્યા-સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચમાં આગ લગાવી દેવાઈ હતી. જેમાં અયોધ્યાથી પરત ફરી રહેલા 58 જેટલા કાર સેવકો જીવતા ભૂંજાયા હતા.

આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. સાબરમતી ટ્રેન હત્યાકાંડની તપાસ કરવા માટે સરકાર દ્વારા ખાસ SITની રચના પણ કરવામાં આવી હતા જેમાં સમયાંતરે ચુકાદા પણ આપવામાં આવ્યા છે અને આરોપીઓને સજા પણ ફટકારવામાં આવી છે.

આજે સાબરમતી ટ્રેન હત્યાકાંડની ૨૦ વર્ષ પૂર્ણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગાંધી ચોક ખાતેથી કારસેવકોની આત્માને શાંતિ મળે તે માટે રેલી યોજી હતા અને ગોધરા રેલવે યાર્ડમાં રાખેલા સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચ ખાતે પહોંચ્યા હતા જ્યાં કોચ પાસે ફૂલ હાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને રામધૂન બોલાવી હતી, અને મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments