Homeગુર્જર નગરીરાજકોટઃ સળગેલી હાલતમાં મળ્યો યુવતીનો મૃતદેહ, મૃતકની ઉંમર 17થી 30 વચ્ચેની હોવાનું...

રાજકોટઃ સળગેલી હાલતમાં મળ્યો યુવતીનો મૃતદેહ, મૃતકની ઉંમર 17થી 30 વચ્ચેની હોવાનું અનુમાન

Team Chabuk-Gujarat Desk: રાજકોટ જિલ્લાના પડધરીના ખામટા ગામની સીમમાંથી સળગેલી હાલતમાં માનવ કંકાલ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં માનવ કંકાલ 17થી 30 વર્ષની યુવતીના હોવાનું તારણ છે.

મળતી માહિતી મુજબ ખામટા ગામની સીમમાં આવેલા ધારપર ખુલ્લા પ્લોટમાંથી માનવ કંકાલ મળ્યા છે. અહીં કોઈ શંકાસ્પદ ઘટના બની હોવાની વાત મજુરોએ ગામના આગેવાનોને કરી હતી. જે બાદ આગેવાનોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

સમગ્ર મામલે પડધરી પોલીસે આઇપીસી 302 (હત્યા) અને 201 ( પુરાવાનો નાશ કરવો ) સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે. ઇન્વેસ્ટીગેશન ઓફિસર જી જે ઝાલાએ જણાવ્યું હતું કે, 9 તારીખના રોજ ગ્રામજનો દ્વારા સળગેલી હાલતમાં લાશ મળી આવી હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસ ફરિયાદી બની છે. હત્યાનું ચોક્કસ કારણ જાણવા બાબતનો રિપોર્ટ હજુ બાકી છે. હાલ તો નજીકના સ્થળની આજુબાજુ તેમજ આજુબાજુના જિલ્લાઓમાં ગુમ થયેલી યુવતીઓની યાદી મંગાવવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના સ્થળેથી ફોરવ્હીલના નિશાન મળી આવ્યા છે. જેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે જ યુવતી કોણ છે ? શા માટે હત્યા કરી છે ? હત્યામાં કેટલા લોકો સામેલ છે જેવા કેટલાય સવાલો અંગે પોલીસ તપાસ કરી રહી છે. તપાસમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.

Rajkot padadhri crime

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments