Team Chabuk-Gujarat Desk: પેટ્રોલ-ડીઝલ અને ગેસ ખાતરના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. દિવાળી પહેલાં અને રવિ સિઝન પહેલાં જ ખેડૂતોના માથે ખાતરના ભાવના વધારા રૂપી સંકટ આવ્યું છે. IFFCOએ ખાતરના ભાવમાં 265 રૂપિયાનો જંગી વધારો કર્યો છે. એનપીકે ખાતરના રૂપિયા 1170 રૂપિયા હતા જે વધીને 1450 રૂપિયા થઈ ગયા છે. ગયા વર્ષે કરેલો ભાવ વધારો અત્યારે લાગુ કરવામાં આવ્યો છે. ભાવ વધારા અંગે દિલીપ સંઘાણીએ કહ્યું છે કે, ઈફ્કો નુકસાન કરીને અત્યાર સુધી ખાતર આપતું હતું.
પેટ્રોલ-ડીઝલ દરરોજ વધતા ભાવના કારણે ખેડૂતો પહેલેથી જ હેરાન છે. એક તરફ આ વર્ષે અતિવૃષ્ટિના કારણે ભારે નુકસાન થયું છે. ચારે તરફથી મુશ્કેલીઓ વચ્ચે ઘેરાયેલા ખેડૂતોને વધુ એક માર સહન કરવાના દિવસો આવ્યા છે. દેશમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થા IFFCO એ ભાવ વધારો કર્યો છે. ત્યારે આજે અચાનક ખાતરમાં IFFCO એ ધરખમ ભાવ વધારો થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ગુજરાતના ખેડૂતો પર સૌથી મોટો બોજો ઝીંકાયો છે. IFFCO કંપનીએ રાસાયણિક ખાતરમાં તોતિંગ ભાવ વધારો કર્યો છે.
| ખાતર | જુનો ભાવ (રૂ.) | નવા ભાવ (રૂ.) | ભાવ વધારો (રૂ.) |
| NPK ખાતર | 1185 | 1440 | 255 |
| NPK 12:32:16 | 1185 | 1450 | 265 |
| મહાધન 10:26:26 | 1295 | 1750 | 455 |
| સલ્ફેટ | 656 | 775 | 119 |
| પોટાશ | 975 | 1040 | 65 |
| મહાધન 12:32:16 | 1300 | 1800 | 500 |
ખાતરમાં કરાયેલા ભાવ વધારા મામલે દિલીપ સંઘાણીએ કહ્યું કે, ‘ગયા વર્ષે રૂપિયા 1700નો ભાવ વધારો હતો, પણ લાગુ કરવામાં આવ્યો ન હતો. રૂપિયા 1700નો ભાવ વધારો ગઈકાલે મળેલી બેઠકમાં ઘટાડી રૂ 1450 કરાયો છે. ગત વર્ષે ખોટ ખાઈને પણ ભાવ વધારો કરવામાં આવ્યો ન હતો.’ જોકે, તેમના આ નિવેદનથી ખાતરનો ભાવ વધ્યો છે કે ઘટ્યો છે તે મામલે અસંમજસ છે.
ખાતરમાં થયેલા ભાવ વધારાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો કહી રહ્યા છે કે, અગાઉથી જ ખાતરનો ભાવ વધુ હતો, બીજી તરફ મોંઘું ડીઝલ, મોંઘા બિયારણ હોવાથી અમે પહેલેથી જ નુકશાન કરીને ખેતી રહ્યા છીએ અને તેની સામે પોષણક્ષમ ભાવ મળતાં નથી. આવામાં હવે ખાતરમાં ધરખમ ભાવ વધારો કરી દેતા અમારે ખેતી કઈ રીતે કરવી. હવે ખાતરનો ભાવ વધારો ખેતી છોડાવશે. જો ખાતરનો ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો ખેડૂત પાયમાલ બની જશે અને ખેતી કરશે નહીં જેથી તાત્કાલિક ખાતરના વધેલા ભાવ પાછા ખેંચી ખેડૂતોને સબસીડી આપવી જોઈએ.
ખેડૂતો આગેવાનોએ આ ભાવ વધારોનો વિરોધ કર્યો છે. ખેડૂતોના હિતના સત્વરે ભાવ વધારો ખેંચવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ કેન્દ્ર સરકાર સબસિડી વધારે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત