Team Chabuk-Sports Desk: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ ક્રિકેટર અને અને દિગ્ગજ બેટ્સમેન મિથાલી રાજે ક્રિકેટને બાયબાય કરી દીધું છે. મિતાલી રાજે અચાનક જ ક્રિકેટને અલવિદા કરવાનું નક્કી કર્યું છે. મિથાલી રાજના આ નિર્ણયથી તેના ચાહકોને પણ ઝટકો લાગ્યો છે. મિથાલી રાજે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઓફિશિયલ જાહેરાત કરી છે. મિથાલી ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી ચૂકી છે. ભારતીય મહિલા ટીમની ટેસ્ટ અને ODI ક્રિકેટની કેપ્ટન મિથાલી રાજ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેમના નામે ઘણા રેકોર્ડ છે, તેમણે ભારતીય ‘મહિલા ક્રિકેટની સચિન તેંડુલકર’ માનવામાં આવે છે.
મિથાલી રાજે 1999માં આયર્લેન્ડ સામેની મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. મિથાલી વન-ડે ક્રિકેટમાં 7000 થી વધુ રન બનાવનાર પ્રથમ મહિલા ખેલાડી છે. વન-ડે ક્રિકેટમાં તેના નામે 7 સદી નોંધાયેલી છે. જ્યારે, T20 ક્રિકેટમાં 2364 રન બનાવ્યા છે. મિથાલીએ 232 વન-ડેમાં 7805 રન બનાવ્યા છે. 89 ટી-20માં 2364 રન અને 12 ટેસ્ટ મેચમાં 699 રન બનાવ્યા છે.
મિથાલી રાજે ટ્વિટર પર ટ્વિટ કરીને ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. મિતાલીએ લખ્યું કે, આટલા વર્ષો સુધી પ્રેમ અને સહકાર આપવા બદલ સૌનો આભાર. હું મારી બીજી ઈનિંગ તમારા આશીર્વાદ અને સહકારથી આગળ વધારીશ.
Thank you for all your love & support over the years!
— Mithali Raj (@M_Raj03) June 8, 2022
I look forward to my 2nd innings with your blessing and support. pic.twitter.com/OkPUICcU4u
નોંધનીય છે કે, ભારતની સ્ટાર બેટ્સમેન મિથાલી રાજે પોતાની રમતથી પોતાનું અને દેશનું નામ રોશન કર્યું છે. પરંતુ રમતગમત તેનો પ્રથમ પ્રેમ ન હતો. પિતાના આગ્રહથી મિથાલી રાજ ક્રિકેટર બની હતી. તેને ડાન્સ કરવાનું ગમતું. તે બાળપણથી જ ડાન્સર બનવા માંગતી હતી. તેણે ભરતનાટ્યમની તાલીમ પણ લીધી છે. મિથાલી રાજને 2003માં અર્જુન એવોર્ડ, 2015માં પદ્મશ્રી અને 2021માં ખેલ રત્ન એવોર્ડ મળી ચુક્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
