Team Chabuk-Political Desk: છેલ્લા બે દિવસથી રાજસ્થાનમાં જે રાજકીય ઘટનાક્રમ ચાલી રહ્યો છે તેને જોતા કોંગ્રેસ હાઈકમાન્ડ ખૂબ જ નારાજ છે. મીડિયા અહેવાલ છે કે અશોક ગહેલોત કૉંગ્રેસ પાર્ટી અધ્યક્ષ પદની રેસમાંથી બહાર થઈ શકે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે ‘તેઓ ( અશોક ગેહલોત) કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી બહાર છે’. હવે મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંહ, કેસી વેણુગોપાલ, સુનિલ શિંદે પ્રમુખ પદની રેસમાં છે. CWCના સભ્ય અને પાર્ટીના એક નેતાએ એમ પણ કહ્યું કે ગહેલોત જે રીતે વર્તે છે તે પાર્ટીના નેતૃત્વ માટે યોગ્ય નથી.
રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોતને મોટો ઝટકો લાગ્યો છે. તેઓ આ પદની રેસમાંથી બહાર થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા હવે તેમને પાર્ટી અધ્યક્ષ તરીકે જોવા નથી માગતા. કોંગ્રેસના પર્યવેક્ષક મલ્લિકાર્જૂન ખડગે અને રાજસ્થાનના પ્રભારી અજય માકને ભલામણ કરી છે કે, અશોક ગેહલોત પાર્ટી અધ્યક્ષ ન બને. રાજસ્થાનમાં ઘટનાક્રમ બાદ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓને બોલાવ્યા હતા. તેમની પાસે લેખિતમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
હવે આ નેતાઓની ચર્ચા થઈ રહી છે
મલ્લિકાર્જુન ખડગે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પસંદ છે અને સુશીલકુમાર શિંદે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની પસંદ હોવાનું કહેવાય છે. આ એવા કેટલાક નેતાઓ છે જે હવે પ્રમુખ પદ માટે ચૂંટણી લડી શકે છે. અશોક ગેહલોત હજુ પણ કેન્દ્રીય નેતૃત્વના અંતિમ નિર્ણયની રાહ જોશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત