Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં વધુ એક વિદ્યાર્થિનીએ ભણતરના ભારથી જીવન ટૂંકાવી લીધુ છે. રાજકોટના સણોસરામાં આવેલી મોડલ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મૃત્યું થયું છે. વિદ્યારર્થિનીએ 28 માર્ચે પ્રથમ પેપરના દિવસે જ ઝેરી દવા પી લીધી હતી. જેણે 10 દિવસની સારવાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. મૃતક વિદ્યાર્થિની મૂળ સુરેન્દ્રનગરના ચોટીલાના ખેરાણા ગામની છે. જે રાજકોટમાં 12માં ધોરણમાં અભ્યાસ કરી રહી હતી. નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીએ ઝેરીદવા ગટગટાવી લીધી હતી.
મળતી માહિતી મુજબ ચોટીલાનના ખેરાણા ગામે રહેતી વિદ્યાર્થિનીએ પોતાના ઘરે તા.28/03ના સવારે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મૃતક સગીરા એક ભાઈની એકની એક બહેન હતી. સગીરાના પિતા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

28 માર્ચે સગીરાનું પહેલું પેપર હતું. જોક , તે જ દિવસે સવારે ઉઠી પરીક્ષામાં નાપાસ થઈશ તો ? તેવા ડરથી ઝેરી દવા પીધી હતી અને ત્યારબાદ પિતાને કહ્યું કે પપ્પા મેં ઝેરી દવા પી લીધી છે. જેથી પરિવારના સભ્યો સગીરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.
રાજકોટ જાણે આપઘાતનું કેપિટલ બની ગયું હોય તેમ દિન-પ્રતિદિન ભણતરના ભારથી ભયભીત થતા વિદ્યાર્થીનીએ મોતને વ્હાલું કરી રહી છે. હજુ 2 દિવસ પહેલા કોલેજની પરીક્ષા આપી છાત્રાએ જિંદગી ટૂંકાવી હતી.

થોડા દિવસ પહેલાં ધોરણ 10માં અભ્યાસ કરતી અને રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થીનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. ત્યાર બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ મોડી રાત્રે 1:30 વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. તો તાજેતરમાં જ શહેરની પ્રિયદર્શીની સોસાયટીમાં રહેતી અને ધો.8માં અભ્યાસ કરતી સગીરાએ રૂમમાં પંખામાં ચૂંદડી બાંધી ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધુ હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત