Team Chabuk-National Desk: દેશભરમાં ભાવ વધારાની મોસમ ચાલી રહી છે. ગરમીની સાથે સાથે મોંઘવારીનો પારો પણ ઉંચો જઈ રહ્યો છે. ગેસ, પેટ્રોલ, ડીઝલ, દૂધ જેવી રોજબરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવ આસમાનને આંબી ગયા છે. લગભગ તમામ ડેરીઓએ દૂધના ભાવમાં પણ વધારો કર્યો છે. ત્યારે દૂધના ભાવ વધતા છાશ, બટર, દહીના ભાવ પણ વધી રહ્યા છે. અમૂલ ડેરીએ બટરના ભાવમાં વધારો કર્યો છે. અમૂલ બટરના 100 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલોના પેકેટના ભાવ વધારાયા છે.
| જુનો ભાવ | નવો ભાવ | |
| અમૂલ બટર 100 ગ્રામ | 50 રૂપિયા | 52 રૂપિયા |
| અમૂલ બટર 500 ગ્રામ | 245 રૂપિયા | 255 રૂપિયા |
| અમૂલ બટર 1 કિલો | 530 રૂપિયા | 550 રૂપિયા |
ઉલ્લેખનીય છે કે, અમૂલે 1 માર્ચના રોજ દૂધમાં ભાવ વધારો કર્યો હતો. તે બાદ રાજ્યની લગભગ તમામ મોટી ડેરીઓએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. યુક્રેન યુદ્ધ, મહામારીના કારણે અમૂલની નિકાસો વધી છે. જેને કારણે ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વધતા જતા ભાવો વિશે અમૂલના એમડી આર સોઢીએ સ્પષ્ટતા કરી કે, દૂધના ભાવ આગામી સમયમાં વધતા રહેશે, પણ ઘટશે નહીં. જેથી દૂધના ભાવમાં ઘટાડાની કોઈ શક્યતા નથી. છેલ્લા બે વર્ષમાં દૂધના ભાવમાં 8 ટકાનો વધારો નોંધાયો છે.

સુમુલ ડેરીએ છાશના ભાવ વધાર્યાં
અમૂલે છાશના ભાવમાં વધારો કર્યા બાદ સુમુલે પણ લીટરે 4 રૂપિયાનો વધારો કર્યો છે. આજથી નવો ભાવ વધારો અમલી થયો છે. ઘાસચારો, ખાણદાણ, પેકેજિંગ અને ટ્રાન્સપોર્ટના ભાવમાં પણ ઘરખમ વધારો થયો છે. જેથી ખર્ચાને સરભર કરવા સુમુલે છાશના ભાવમાં વધારો કર્યો છે. સુમુલ છાશની 500 મિલિની કોથળી 13 રૂપિયાથી વધીને હવે 15 રૂપિયાની થઈ છે. એટલે 1 લીટર છાશના ભાવમાં 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં સુમુલ ડેરી દ્વારા રોજની સરેરાશ 3 લાખથી વધારે લીટર છાશનું વેચાણ થઈ રહ્યું છે. પેટ્રોલ ડિઝલ સહિત અનેક ચીજ વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે આવનારા દિવસોમાં દૂધના ભાવમાં ફરી વધારો થવાના સંકેતો દેખાઈ રહ્યાં છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
