Homeગુર્જર નગરીરાજકોટઃ "કોઈને કહીશ તો તને, તારી બહેન અને માતાને પતાવી દઈશ" કહી...

રાજકોટઃ “કોઈને કહીશ તો તને, તારી બહેન અને માતાને પતાવી દઈશ” કહી શખ્સે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં સગીરાને પેટમાં દુખાવો ઉપાડતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તપાસ કરતાં પેટમાં 5 માસનો ગર્ભ હોવાનું સામે આવતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

coop rajkot

આ અંગે સગીરાની પૂછપરછ કરતાં તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. સગીરાએ કહ્યું હતું કે, પાડોશી શખ્સે તેની સાથે ખોટું કામ કર્યું છે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.

coop ahmedabad


મળતી માહિતી મુજબ રાજકોટના કાલાવડ રોડ મેટોડા નજીક જીઆઈડીસી પાસે ઓરડીમાં રહેતી સગીરાના ઘરમાં ઘુસી ધમકાવી એક શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં શખ્સે કહ્યું હતું કે, “આ અંગે કોઈને વાત કહીશ તો તને અને તારી માતા અને બહેન પતાવી દઈશ “

coop vadodara



હાલ સગીરાની માતાની ફરિયાદના આધારે લોધિકા પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સગીરાને સારવાર માટે રાજકોટની હોસ્પીટલમાં ખસેડાતા સગીરાને પાંચ માસનો ગર્ભ હોવાનું તબીબે તપાસી જણાવ્યું હતું. આ અંગે તેની માતાએ પૂછપરછ કરતા પાંચેક માસ પહેલા તેના ઘર પાસે ઓરડીમાં રહેતો અને મજુરીકામ કરતો બિહારનો વિકાસ તાતી નામના શખસે ઘરમાં ઘુસી બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments